રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
વર્ષ ૨૦૨૦મા જુદી-જુદી કેટેગરી શ્રેષ્ડ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ, દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસર્સ માટે રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિકો મેળવવા માટે અરજી કરી શકાશે.
આ અંગે વેબસાઈટ WWW.talimrojgar.gujarat.gov.in ઉપરથી અથવા જિલ્લાની રોજગાર કચેરીઓ માંથી વિના મૂલ્યે તા.૨૧-૦૮-૨૦૨૦ સુધીમાં અરજી કરી શકાશે. ભરેલા અરજી પત્રકો સાધનિક દસ્તાવેજો સહિત બે નકલમાં જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે તા.૨૪-૦૮-૨૦૨૦ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્રારા મોકલી આપવાની રહેશે. વધુ વિગત માટે ફોન નંબર ૦૨૮૭૬-૨૮૫૦૪૧ પર સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.