ગીર સોમનાથ જિલ્લાના ખેલાડીઓ માટે શિષ્યવૃત્તિ, વૃત્તિકાના ફોર્મ મેળવી લેવા જોગ.

Gir - Somnath
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર તરફથી વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન રાષ્ટ્રકક્ષાએ ભાગ લીધેલ અને ધનિષ્ઠ પ્રશિક્ષણ શિબિરમાં ભાગ લેનાર ખેલાડીને રૂ. ૨૦૦૦ વૃતિકા તેમજ રાષ્ટ્રીયકક્ષાએ સિધ્ધિ પ્રાપ્ત કરેલ પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમના ખેલાડીને રૂ. ૨૫૦૦ શિષ્યવૃતિ આપવામાં આવે છે.

આ લાભ લેવા માંગતા ખેલાડીઓએ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન રાષ્ટ્રીયકક્ષાએ મોકલેલ ખેલાડી ભાઈઓ/બહેનોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી “જિલ્લા સેવા સદન”, રૂમ નં.૩૧૩-૩૧૪ બીજો માળ, મું.ઇણાજ,વેરાવળ, ગીર સોમનાથ ખાતે ફોર્મ મેળવી જરૂરી દસ્તાવેજ સાથે તા. ૨૦/૦૮/૨૦૨૦ સુધીમાં કચેરીએ પરત પહોંચતું કરવાનું રહેશે. તા. ૨૦/૦૮/૨૦૨૦ પછી આવેલ અરજીને ધ્યાન પર લેવામાં નહીં આવે તેમજ અધૂરી વિગતો વાળી અરજીને ધ્યાન પર લેવામાં નહીં આવે જેની જવાબદારી જે તે ખેલાડી/સંસ્થાની રહેશે તેમ જિલ્લા રમતગમત અધિકારી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *