રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
તાલાલા તાલુકા કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ તથા અગ્રણીઓની એક અગત્યની બેઠક પાટીદાર સમાજ માં સમાજના પ્રમુખ શ્રી કિરીટભાઈ કમાણીની ઉપસ્થિતમાં મળી હતી આ બેઠકમાં ધાવા ગીર, આંબળાશ ગીર, જશાધાર ગીર, રમણેચી ગીર, મોરુકા ગીર, બામણાસા ગીર સહિત ગીર પંથકના વિવિધ ગામોમાંથી સમાજના વરિષ્ઠ અગ્રણી યુવા અગ્રણીઓ સહિત સમાજના મુખ્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સોશિયલ distance સાથે યોજાયેલી આ બેઠકમાં સમાજના યુવા સંગઠનની રચના કરવામાં આવી જેમાં શ્રી પટેલ અરવિંદભાઈ રામોલિયા (જસાધાર) ની સર્વાનુમતે પસંદગી કરી યુવા સંગઠનના અન્ય પદાધિકારીઓ ની વરણી હવે પછી કરવાનો નિર્ણય થયેલ. સમાજના યુવા સંગઠન નું સુકાન સંભાળતા શ્રી અરવિંદભાઈ એ સૌનો આભાર વ્યક્ત કરી સમાજ ઉપયોગી સામાજિક કાર્યો સાથે સમાજનું સંગઠન વધુ મજબૂત અને કાર્યદક્ષ બનાવવા સૌને સાથે રાખી કામગીરી કરવા સૌને ખાત્રી આપી હતી. આ બેઠકમાં નરસિંહ બાપા મકવાણા, છગનભાઈ કણસાગરા, રવજીભાઈ કણસાગરા, સહિત ગીર પંથકના વિવિધ ગામોમાંથી સમાજના અગ્રણીઓ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.