મોરબી: હળવદ નગરપાલિકાની માલિકીની જગ્યાએ થઇ રહેલ ગેરકાયદેસર બાંધકામ દુર કરો.

Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

હળવદ નગરપાલિકાની માલિકીની જગ્યાએ થઇ રહેલ ગેરકાયદેસર બાંધકામ દુર કરી જે જે વ્યક્તિઓ દબાણ કરેલ છે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે

હળવદ નગરપાલિકાના પૂર્વ સદસ્ય પરમાર મોહનભાઈ ગણેશભાઈએ પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી જણાવ્યું છે કે હળવદ પાલિકાની ખુલ્લી જગ્યામાં પાકું બાંધકામ કરી મોકાની જગ્યા પર દુકાનો બનાવી નાખેલ છે જે બાબતની લેખિત અરજી પ્રેમીલાબેન મોહનભાઈએ કરેલ છે જેઓ હાલ હળવદ પાલિકાના ન્યાય સમિતિના ચેરમેન તરીકે ફરજ બજાવે છે તેની અરજી અન્વયે હળવદ પાલિકાના ચીફ ઓફિસરે કોઈ કાર્યવાહી કરી નથી જે અરજીમાં સ્પષ્ટ જ્યાં જ્યાં ગેરકાયદેસર બાંધકામ થયેલ છે તે જગ્યાનુ વર્ણન છે હળવદ નગરપાલિકા વિસ્તારમાં અંબારામ પંચર અંબારામ સર્વિસ સેન્ટર વીરજી વોરાની વાવની બાજુમાં નવ દુકાનો તેમજ મંદિરથી પરશુરામ ભગવાનના મંદિર સુધી ૪૦ થી ૪૫ દુકાનો તેમજ સરા રોડ પર આવેલ ધાવડી કોમ્પેલ્ક્ષમાં અંબર પાન અને હળવદ નગરપાલિકાની હદમાં લાંબી દેરી વિસ્તારમાં ૩૦ થી ૩૫ દુકાનો તેમજ ૪૦૦ થી ૫૦૦ રહેણાંક મકાનો અને હળવદ પાલિકાની હદમાં અમદાવાદ કચ્છ હાઈવે પર રિલાયન્સ પંપથી બાજુમાં પાકું બાંધકામ કરેલ છે.

નગરપાલિકાની કરોડો રૂપિયાની જમીનમાં દબાણ કરેલ છે તમામ દબાણ કરનાર માથાભારે અને રાજકીય લાગવગ વાળા હોય ગેરકાયદેસર દબાણ કરી બાંધકામ કરેલ હોય જેથી હળવદ પાલિકાના ન્યાય સમિતિના ચેરમેને તા. ૧૦ ના રોજ લેખિત અરજી કરી હતી છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી આવા ગેરકાયદેસર બાંધકામ દુર કરી માથાભારે તત્વો વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરવા માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *