રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્રારા આજ રોજ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા શિક્ષણ અધિકારીને વિવિધ મુદ્દે આવેદનપત્ર પત્ર આપ્યું હતું. હાલમાં કોરોના મહામારીને લઇ આખું વિશ્વ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે જેને લઈ શિક્ષણ જગત ખુબજ પ્રભાવિત થયું છે ત્યારે સરકાર દ્વારા શાળા ફી માફ કરવાનો નિર્ણય કર્યો છે જેને લીધે શિક્ષકો અને કર્મચારીઓના ના નિભાવની અને પગારની મોટી સમસ્યા ઉભી થઇ છે.
આ માટે સરકાર દ્વારા જે રીતે આર ટી ઇ હેઠળ અભ્યાસ કરતા વિધાર્થીઓને સરકાર સંસ્થાને ફી ચૂકવે છે એવી રીતે તમામ વિદ્યાર્થીઓ ની ફી સરકાર દ્વારા આપવામાં આવે અને શિક્ષકો અને કર્મચારીઓના નિભાવ થાય તે બાબતે યોગ્ય નિર્ણય કરવા આવેદનપત્ર સેલ ફાઈનસ શાળા પ્રમુખ મનોજ વિઠલાણી ના અધક્ષસ્થાને આપવામાં આવ્યું હતું.