રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા ખાતે પણ કોરોના કહેર મચાવ્યો છે ત્યારે આ કોરોના રાજપીપલા ના કેટલાક દર્દીઓ માટે જીવલેણ પણ સાબિત થયો છે રાજપીપળામાં કોવીડ ની સારવાર દરમ્યાન મૃત્યુની સઁખ્યા વધી રહી છે ત્યારે મૃતકના અંતિમ સંસ્કાર પણ રાજપીપળાના સ્મશાન ગૃહમાંજ થતા હતા પરંતુ કોવિદ ની આ મહામારી નું સંક્રમણ વધુ ના ફેલાય તે હેતુ થી અલગ કોવીડ સ્મશાન બને તેવી સ્થાનિકોની માંગ હતી ત્યારે તંત્ર દવારા આ સેવાકીય કામ માટે પણ રાજપીપલા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ ને યાદ કરવામાં આવ્યું અને સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા હાલમાં રાજપીપળામાં આવેલ સ્મશાનગૃહ ના પાછળ ના ભાગ માં આવેલ જમીન ને લેવલ કરાવી ખાસ કોવીડ સ્મશાન ની વ્યવસ્થા કરી છે હવે કોવિડની સારવાર દરમ્યાન મૃત્યુ પામનાર દર્દી ની અંતિમ વિધિ અહીં ખાસ આ કોવીડ સ્મશાન ગૃહ ખાતે કરાશે અને આ માટે નો તમામ ખર્ચ રાજપીપલા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા ઉપાડવામાં આવશે આ કાર્ય ખુબજ સરાહનીય છે ત્યારે રાજપીપલા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ ના પ્રમુખ તેજશભાઈ ગાંધી,સભ્યશ્રીઓ-ગુંજન માલવિયા,ઉરેશ પરીખ,કૌશલ કાપડિયા તથા કેયુરભાઈ ગાંધી આ જવાબદારી સ્વીકારી સેવાકીય પ્રવૃત્તિ ને વેગ આપી રહ્યા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે લોકડાઉનની શરૂઆત થી અનલોક- ૨ સુધી આ રાજપીપલા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા રોજના સેંકડો શ્રમિકો અને કોરોના વોરિયર્સને નિયમિત રીતે ભીજ્ન અર્પણ કરી સેવાકીય કાર્ય કર્યું હતું.