નર્મદા જિલ્લામાં કોરોના ગ્રસ્ત ઘરો-વિસ્તારને કોવીડ-૧૯ કન્ટેન્ટમેન્ટ એરિયા તેમજ બફર ઝોન તરીકે જાહેર કરાયાં.

Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની

નર્મદા જિલ્લામા નાંદોદ, ગરૂડેશ્વર,દેડીયાપાડા અને સાગબારા તાલુકામાં કોવીડ-૧૯ ના પોઝિટિવ કેસો નોંધાયેલ છે. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ. કે. વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ૩૦ તથા કલમ-૩૪ તેમજ ધી એપેડેમીક ડીસીઝ એક્ટ,૧૮૯૭ ની કલમ–૨ અન્વયે મળેલ સત્તાની રૂએ તા.૨૯/૦૭/૨૦૨૦ થી તા.૧૧/૦૮/૨૦૨૦ સુધી કેટલાક નિયંત્રણો લાદતો હુકમ કર્યો છે.

તદઅનુસાર, ઉક્ત જાહેરનામામાં દર્શાવ્યા મુજબ રાજપીપલા નગરપાલિકા વિસ્તારના દરબાર રોડ યુસુફભાઈ ખત્રીના ઘરથી શરદભાઈ પંડ્યાના ઘર સુધી જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૬ અને કુલ વસ્તી આશરે-૨૯, નાંદોદ તાલુકાનું ગોપાલપુરા ગામનું પ્રિન્સ ફળિયું – જયદીપસિંહ ભવનસિંહ રાઉલજીના ઘરથી આનંદબા અનુપસિંહ ગોહિલના ઘર સુધી જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૩ અને કુલ વસ્તી આશરે-૨૪, ચિત્રાવાડી ગામનું પરમાર ફળિયું – પરમાર વાલજીભાઈ રામજીભાઈના ઘરથી ભિખ્ખીબેન મોહનભાઈના ઘર સુધી જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૬ અને કુલ વસ્તી આશરે-૨૩, આમલેથા ગામ નિવિક ઈન્ડી. પ્રા.લિ ના ઓલ્ડ કોલોની – રાજુભાઈ શ્રીરામ શર્માના ઘરથી મુકુલ પાલના ઘર સુધી જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૩ અને કુલ વસ્તી આશરે-૦૫, ગામકુવા ગામ ખત્રી ફળિયું – બચીબેન વિરમાભાઈ વસાવાના ઘરથી કાન્તાબેન કિરીટભાઈના ઘર સુધી તથા વેરાઈ ફળિયું – નટવરભાઈ ડાહ્યાભાઈ વસાવાના ઘરથી મસુખભાઈ ઘેલાના ઘર સુધી જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૮ અને કુલ વસ્તી આશરે-૩૮ તથા કેવડીયા કોલોની કેવડીયા કોલોની ગરબા ગ્રાઉન્ડ કેટેગરી – સી, બ્લોક – ૩૦ ના રૂમ નં.૧૭૯ અને ૧૮૦ જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૨ અને કુલ વસ્તી આશરે-૦૯ કેવડીયા કોલોની કેટેગરી – સી, બ્લોક – ૪૭ ના રૂમ નં. – ૨૭૮ અને ૨૭૯ જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૨ અને કુલ વસ્તી આશરે-૦૨ તેમજ સાગબારા તાલુકાનું કનખાડી ગામ મંદિર ફળીયું – રાઠવા દિલીપભાઈ ચમાર્યાભાઈના ઘરથી તડવી રામસિંગ ઝંઝાડભાઈના ઘર સુધી જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૧૩ અને કુલ વસ્તી આશરે-૭૩,ગાયસાવર ગામ
નિશાળ ફળીયું – રજવાડી ધર્મિષ્ઠાબેન ધનુભાઈના ઘરથી માનસિંગ છેદાભાઈ વસાવાના ઘર સુધી જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૪ અને કુલ વસ્તી આશરે-૧૧ તેમજ દેડીયાપાડા તાલુકાનું ટીંબાપાડા ગામ ટેકરા ફળીયું – જાનીયાભાઈ ગામીયાભાઈ વસાવાના ઘરથી અમરસિંગ હીરાભાઈ વસાવાના ઘર સુધી જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૫ અને કુલ વસ્તી આશરે-૨૧, દેડીયાપાડા ગામ દેસાઇ ચાલી – જયેન્દ્રકુમાર નગીનભાઈ પટેલના ઘરથી હસમુખભાઈ રાવજીભાઈ પટેલના ઘર સુધી જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૮ અને કુલ વસ્તી આશરે-૨૪,ચીકદા ગામ આંબા ફળીયું – ઈશ્વરભાઈ તડવીના ઘરથી શાંતિલાલ વલ્લુભાઈ તડવીના ઘર સુધી જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૦૭ અને કુલ વસ્તી આશરે-૪૪, નાની બેડવાણ ગામ બજાર ફળીયું – રાયસિંગભાઈ રામજીભાઈ વસાવાના ઘરથી રાયસિંગ કાલિયાભાઈ વસાવાની દુકાન સુધી જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે-૧૦ અને કુલ વસ્તી આશરે-૩૪ અને બાબદા ગામ ડુંગરી ફળીયું – પાંચીયાભાઈ વસાવા, સારીયાભાઈ ગીમલાભાઈ, નવીનભાઈ છગનભાઈ, નાડીયાભાઈ ગીમલાભાઈ અને છગનભાઈ ગીમળાભાઈના ઘર જેમાં ઘરોની કુલ સંખ્યા આશરે ૦૫ (પાચ)અને કુલ વસ્તી આશરે-૨૨ દર્શાવાઈ છે જેને કોવીડ-૧૯ કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *