રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા
અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં હાલમાં વધી રહેલ કોરોના વાયરસની મહામારીને પહોંચી વળવા માટે સરકાર દ્વારા બે ધન્વંતરી રથ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને કામગીરી હાથ ધરવામાં આવેલ છે ત્યારે હાલ તાલુકા હેલ્થ ઓફિસર એમ.એન.ગોંડલીયા ના માર્ગ દર્શન હેઠળ બગસરાના ખારી ગામે હોમ કોરન્ટાઇનમાં રહેલ કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં તમામ લોકોને ઘરે-ઘરે જઈ લોકોનું સ્કેનિંગ કરવુ હાટૅબીટ માપવા જેવી કામગીરી કરેલ જુદા જુદા વિસ્તારમાં લોકોને આયુર્વેદિક ઉકાળા તેમજ હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ લોકોને કોરોના વિશેની જાણકારી આપવી અને કોરોનાના સંક્રમણથી કેવી રીતે બચી શકાય તે અંગેની માહિતી તાલુકા હેલ્થ ની ટીમના ડોકટર તેજલબેન ધકાણ અને શિક્ષકા વર્ષાબેન સોરઠીયા દ્વારા લોકોને માહિતી આપી હતી.