રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
ચાર ગામની ૨૨ જેવી સગર્ભા બહેનોની ડિલિવરી આવનારા ૩ મહિનામાં હોય રસ્તો બંધ થતા મુશ્કેલીના એંધાણ…
નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના કણજી ગામની દેવ નદી પરના કોઝવે પર પાણી ફરી વળતા દેડીયાપાડા તાલુકાના અંતરિયાળ ગામો કણજી, વાંદરી, ડુંડાનાલ, માંથાસર જેવા ગામોના અસંખ્ય લોકો અટવાઇ પડ્યા છે. આ સ્થાનિક વિસ્તારમાં કાર્યરત “નેચરલ વિલેજ ગ્રૂપ – નર્મદા” અને તેના યુવા સંગઠન અને સ્થાનિક ખેડૂતો દ્વારા વારંવાર તાલુકા જિલ્લા મથક સ્થાનિક સમાજના પ્રતિનિધિ સુધી આવેદનપત્ર આપી આ કૉઝવેની જગ્યાએ મોટા ૨ પુલની માંગણી કરવામાં આવી હોવા છતાં પુલ મંજુર થતો નથી જેના કારણે ચાર ગામના લોકો ભારે મૂળકેલી માં મુકાય છે. સ્થાનિક યુવાનો અને ખેડૂતોના જણાવ્યા મુજબ કણજી ગામના ખેડૂતોને પોતાના ખેતરમાં કામ કરવા માટે નદી પાર કરીને જવું પડતું હોય છે જેથી આવી સમસ્યાના કારણે ખેડૂતને તેના પાક માં ઘણી નુકસાની વેઠવી પડે છે.સાથે ગંભીર બાબત એ છે કે આ ચાર ગામમાં ૨૨ જેવી સગર્ભા બહેનો છે તેમની ડિલિવરી ઑગસ્ટ મહિના થી ઓકટોબર મહિનામાં આવતી હોય જો આજ પરિસ્થિતિ રહી તો કોઈક બહેન ને તાત્કાલિક સારવાર ન મળી ત્યારે બાળક કે સગર્ભા બહેન નું મૃત્યુ થઇ શકે તેમ હોય જો આવું બને તો તે માટે જવાબદાર કોણ…? માટે તંત્ર દ્વારા આ સમસ્યા વહેલી તકે હલ કરાય તેવી માંગ ગ્રામજનો કરી રહયા છે.