ગીર સોમનાથ: તાલાલા તાલુકાના વિરપુર ગીર ગામની સીમમાં ખેડૂતો ઉપર દીપડો ત્રાટક્યો: ખેડૂતનું ઘટનાસ્થળે મરણ.

Gir - Somnath Latest
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ

તાલાલા તાલુકાના વીરપુર ગીર ગામની સીમમાં મેલડી માતાજીના મંદિર પાસે આવેલ પોતાની વાડીમાં ખેડૂત લક્ષ્મીદાસ વાલજીભાઈ સુરેજા ઉ.વ ૬૨ કામ કરતા હતા. આ દરમિયાન સાંજે છ થી સાત ની વચ્ચે જંગલમાંથી આવી ચડેલ હિંસક દિપડાએ ખેડૂત ઉપર હુમલો કરી ગળા તથા છાતીના ભાગમાં ગંભીર ઇજા કરતા ખેડૂતનું ઘટનાસ્થળે જ મરણ થતા આખા પંથકમાં ભારે અરેરાટી પ્રસરી ગઇ છે.

આ બનાવ અંગે પ્રાપ્ત થયેલ વિસ્તૃત વિગત એવી છે કે વિરપુર ગીર ધાવા ગીર માર્ગ ઉપર રોડ ટચ કેસર કેરીનો બગીચો ધરાવતા ખેડૂતો લક્ષ્મીદાસ ભાઈ સુરેજા તાલાલા નગરપાલિકા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપતા હતા.નિવૃત્ત થયા બાદ તાલાલા ગીરમાં રહેતા અને કેસર કેરી ના બગીચા ની પરવરીશ કરતા હતા. સોમવારે સાંજે બગીચામાં સફાઈ કામ કરતા મજૂરો ૬:૦૦ વાગે જતા રહ્યા હતા. તેવો એકલા બગીચામાં હતા સાંજે ઘરે પર આવેલ નહીં જેથી પરિવારજનો રાત્રે ૯:૦૦ વાગે બગીચામાં તપાસ કરવા જતાં સુરેજાભાઇનો મૃતદેહ પડયો હતો. તુરંત આજુબાજુના તમામ ગામોમાં બનાવ ની જાણ થતાં તાલાલા તાલુકા કડવા પાટીદાર સમાજ યુવા સંગઠનના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ તથા આજુબાજુના ગામોમાંથી વિશાળ સંખ્યામાં પાટીદાર ખેડૂતો યુવાનો સહિત વિશાળ સંખ્યામાં લોકો એકત્ર થઇ તાલાલા ગીર ખાતે પોલીસ તથા વનવિભાગને જાણ કરી હતી.

બનાવની જાણ થતા તાલાલા ગીર થી આર.એફ.ઓ. ડી.એન.ભટ્ટ ફોરેસ્ટર ગોપાલસિંહ રાઠોડ જામવાડા એ.સી.એફ ડી.પી વાઘેલા પી.એસ.આઇ ભુવા નાયબ મામલતદાર નિર્મળસિંહ ડોડીયા સહિતના અધિકારીઓ બનાવના સ્થળે જઇ મૃતદેહ મોડી રાત્રે તાલાલા હોસ્પિટલમાં પી.એમ માટે લાવેલ અધિક્ષક ડો. આશિષ માંકડીયા એ પી.એમ કર્યું તેમાં મૃતકને ગળામાં તથા છાતીના ભાગમાં ગંભીર ઇજા સાથે શરીરના વિવિધ ભાગોમાં દીપડાના ૩૨ નોર ના નિશાન હતા.

માનવલક્ષી બનેલ હિંસક દીપડાને ઝડપવા તાલાલા વનવિભાગની કચેરીએ અલગ-અલગ સ્થાનો ઉપર ચાર પાંજરા ગોઠવ્યા છે આ ઉપરાંત મૃતક ખેડૂતને સરકાર તરફથી મળતી આર્થિક સહાય માટેની તમામ કામગીરી સહિતની આ બનાવની જરૂરી તપાસનો વનવિભાગ તરફથી ધમધમાટ શરૂ થયો છે.

તાલાલા પંથકમાં ૪૫ ગામોમાંથી ૨૩ ગામો ફરતું જંગલ છે જંગલની બોર્ડર ઉપર ના ગામમાં દરરોજ રાતે સિંહો તથા દીપડા આવતા હોય છે જેમાં દીપડા સૌથી વધુ છે. જંગલી જાનવરો દ્વારા પશુઓના મારણ ના બનાવો રોજીંદા બની ગયા છે. હવે હિંસક જંગલી જાનવરો ખેડૂતો ઉપર હુમલા બાદ માનવભક્ષી બનવા જઇ રહ્યા હોય.તાલાલા પંથકની ગ્રામ્ય પ્રજા તથા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. તાલાલા વિસ્તારમાં દિપડાની વધી રહેલાં આંતક સામે જંગલખાતુ કાર્યવાહી કરવા ભારે રોષ સાથે લોક માંગણી ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *