રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
અમરેલી જિલ્લાના રાજુલાના સવિતા નગરમાં ટ્રકચાલકે બે ફિકરાઈથી ટ્રક ચલાવતા મોટા વૃક્ષ ને હડફેટે લીધું હતું. ટ્રકચાલકની ઘોર બેદરકારી સામે આવી. શહેરની અંદર લોકોના જોખમાય તેવી રીતે ટ્રક ચલાવી રહ્યો હતો.. સવિતાનગર નજીક આવેલ હનુમાનજી મંદિરથી એસ.બી. આઈ એ.ડી.બી બેંક સુધી ૭૦૦ મીટર થી વધુ ટ્રક ચાલકે અકસ્માત બાદ ટ્રક ચલાવતો રહ્યો વિશાળ ઝાડ ટ્રક ઉપર હોવા છતાં ડ્રાઈવર ટ્રક ચલાવી ને નાસી છૂટવાની કોશિશ કરી હતી..લોકો ઘર બહાર આવી ગયા લોકોની બૂમો સાંભળી આખરે ટ્રક ડ્રાઈવરે વાહન ઉભુ રાખી સ્થાનિક લોકો ગુસ્સે થયા ટ્રાફિક જામ થયું આવા વાહનો ભારે વાહનો વિસ્તારમાં નીકળી શકે ખરા લોકોમાં પ્રશ્ન ઉઠવા પામ્યો છે.