અમરેલીના ફતેપુર ગામે ઘેટા બકરા ભરેલા વાડામાં રાત્રે દીપડો ઘુસી બે ઘેંટા બકરાંનું મારણ કર્યું લોકોમા ફફડાટ ફેલાયો.

Amreli
રિપોર્ટર: એન ડી પંડયા,બગસરા

અમરેલીના ફતેપુર ગામે ભરવાડના વાડામાં ૧૦૦ થી વધારે ઘેટા બકરા બાંધેલા હતા તે દરમિયાન અચાનક રાત્રીના સમયે બે વાગ્યાના અરસામાં દીપડો ત્રાટકતા નાસભાગ મચી ગયેલ આ બાબતે વનવિભાગ દ્વારા આ દીપડાને પકડવા માટેની કવાયત હાથ ધરવામાં આવેલ ફતેપુર ગામે રહેતા ઘોઘાભાઇ ભલાભાઇ મુંધવાના પોતાના વાડામાં સો થી વધારે ઘેટા બકરા બાંધેલા હોય તે દરમિયાન રાત્રિના સમયે દીપડો ત્રાટક્યો હતો જેથી ઘેટાં બકરામાં નાચ ભાગી થયેલ આ અંગે ઘોઘાભાઈએ જણાવ્યું હતું કે દીપડાએ બે ઘેટાને મારી નાખે છે અને બે બકરાને લોહીલુહાણ કરી ને દીધા છે એક ઘેટાને દીપડો ઉપાડી ગયો હતો બાદમાં તેમણે હાંકલા પડકારા કરતા દીપડો ભાગી ગયો તો આ ઘટનાને ગામમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું દીપડો બીજો હુમલો કરી તે પહેલાથી પાંજરે પૂરવા માટે ગામ લોકોએ માંગ કરેલ આ અંગે વન વિભાગના કર્મચારી ગોહિલભાઈએ જણાવ્યું હતું કે આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ અને દિપડાને પકડી પાડવા માટે ગામમાં બે અલગ અલગ જગ્યાએ પાંજરું મૂકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *