રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા
ભાણવડ મા આવેલા રસ્તા પર નો વધુ એક પુલ બે ભાગમા વહેંચાઈને પડી ગયો છે સ્થાનીક તંત્રની લાપરવાહીને લયને આ ઘટના ઘટી હોવાનો આજૂબાજૂના ગ્રામજનો એ આક્ષેપ લગાવ્યા છે કેટલાક સમય થી જર્જરિત પુલ અંગે અનેક વખત તંત્ર નુ ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં તંત્ર એ તકેદારી ન લેતા અંતે ભ્રષ્ટાચાર સામે આવી ગયો હોવાનું સામે આવ્યું છે.
દ્વારકા જિલ્લાના ભાણવડ ખંભાળિયા રોડ પર ગુંદાગામના પાટીયા થી નજીકના અંતરે આવેલ વધુ એક પુલ તુટ્યો. પુલ તુટતા વાહન વ્યવહાર ખોરવાયો હતો જ્યારે આ બાબતે ધણીવાર રજુઆતો પણ થય છે પણ તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું હોય તેમ હવે આ પુલ વહેલી તકે બને તેવી આશા લઇ ને ગ્રામજનો બેઠા છે.