રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
પાટણના રાધનપુર માં આજે એ.બી.વી.પી દ્વારા લો કોલેજમાં ફી મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંગઠન દ્વારા લો કોલેજ દ્વારા વધારવામાં આવેલ ફી વધારો ચાલુ સાલે કોરોના મહામારી ને ધ્યાને રાખી મોકૂફ રાખવામાં આવે તેવી માંગ સાથે કોલેજ ના ઇન્ચાર્જ આચાર્ય ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને આ બાબતે ઝડપ થી નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી સાથેજ ફી વધારો પાછો નહિ ખેંચવામાં આવે તો બે દિવસ બાદ ઉગ્ર દેખાવ પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી હતી.