રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મહેસાણા રોડ ઉપર ચામુંડા માતાજીના મંદિરે પાસે બાઈક ઉપર ગાંજો લઈને જતા એક આરોપી પોલીસ ના રગે હાથે ઝડપાયા. પાટણ જિલ્લાના હારીજ તાલુકાના સરવાલ ગામ થી ગાંજો લઈને સામખીયારી લઈને જતા એક આરોપી ને એસોજી પાટણ અને રાધનપુર પોલીસ એ પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એક લાખ અઠાણુ હજાર ના મુદ્દામાલ ગાંજો કિલો ૧૯ સાથે એક આરોપીની બાઈક સાથે ધરપકડ કરી છે. જેમાં ગાંજો ૧૯ કિલો માં ૩ આરોપી હોવાનુ જાણવા મળ્યું છે. જેમા પકડાયેલ આરોપી પાસેથી કિંમત ૧,૯૮,૦૦૦ બે મોબાઇલ અને એક મોટરસાયકલ કબજે કરી રાધનપુર પોલીસ એ આગળ તપાસ હાથ ધરી છે.