રિપોર્ટર: રાકેશ મકવાણા,સેવાલીયા
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકા સેવા સદનનો વહીવટ ખાડે ગયો તેમ લાગી રહ્યું છે અને કચેરીમાં ફરજ બજાવતા જવાબદાર અધિકારીઓ દ્વારા યોગ્ય દેખરેખ રખાતા ન હોવાનું દેખાઈ રહ્યું છે સરકારી કચેરીની બાજુમાં રહેણાંક મકાનો આવેલા છે આ મકાનોના માલિકો દ્વારા ઘરની પાછળ કપડાં, વાસણ, તથા ઘર વપરાશનુ દુષિત પાણી સદનના કમ્પાઉન્ડમાં છોડવામાં આવી રહ્યું છે જેના કારણે સેવાસદનમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે દુષિત પાણી આવવાના કારણે કીચડ થઇ જવાથી માથું ફાટી જાય તેવી દુર્ગંધ ફેલાઈ રહી છે જેના કારણે અરજદારોને ભારે તકલીફોનો સામનો થઇ રહ્યો છે કીચડ થવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ જોવા મળ્યો છે જેથી લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઈ રહી છે એક તરફ સરકાર દ્વારા સ્વછતા અભિયાન માટે ધમપછાડા કરી રહી છે ત્યારે અહીંયા સ્વચ્છતા અભિયાનના નામે મીંડું જોવા મળી રહ્યું છે સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે શું સ્વચ્છતા અભિયાન ક્યારેય પૂરું થશે ? તેવું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે તંત્ર દ્વારા આ સમસ્યાનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે .