રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વસ્થ રહે રોગચાળો ના ફેલાય તે માટે હળવદના વોર્ડ દરેક વોર્ડમાં ઘેર ઘેર જઈને કચરા નિકાલ કરે છે દરેક વિસ્તારમાં ૫ છોટા હાથી અને ૫ ટ્રેક્ટર ના ડ્રાઈવરો વાહનો મા કચરો એકઠો કરી નિકાલ ૧૦ ડ્રાઈવરો ને કોન્ટ્રાક્ટ દ્વારા બે માસ થી પસાર નહી આપતા ડ્રાઈવરો હડતાળ પર ઉતરી જતા પાલિકા તંત્ર મા દોડધામ મચી જવા પામી હતી.
હળવદ નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જળવાય રહે અને શહેરમાં ગંદકીના ફેલાય અને રોગચાળો અટકાવવા માટે પાલિકા તંત્ર દ્વારા હળવદના સાતેય વોર્ડમાં પાલિકાના ૫ ટ્રેક્ટર અને ૫ છોટાહાથી દરેક વોર્ડમાં જઈને કચરાનો નિકાલ કરે છે પરંતુ ૧૦ ડ્રાઇવરોને છેલ્લા બે માસથી પગાર ન થતાં બે દિવસથી હડતાલ ઉપર જતા પાલિકા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી હળવદ શહેર માંથી દરરોજનો ૩૦ ટન જેટલો કચરાનો નિકાલ કરવામાં આવે છે પરંતુ બે દિવસથી એક પણ વોર્ડમાં કચરો ભરવા ટ્રેક્ટર કે છોટો હાથી નહીં જતાં. હળવદ શહેરમાં ઘેર ઘેર તમામ વોર્ડ ના વિસ્તારોમાં કુલ ૬૦ ટન કચરો એકઠો થયો છે આ અંગે પાલિકાના કોન્ટ્રાક્ટર બળદેવભાઈ દલવાડી ને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે મારા ૧૦ ડ્રાઈવરો ને બે માસથી પગાર નથી મળતા મે પાલિકાને પગાર માટેનું મારા ડ્રાઈવરો ના ૨ લાખ રૂપિયા ડ્રાઈવરો નો પગાર ના બાકી છે તે બાબતે પાલિકાને લેખિતમાં આપ્યું છે તેમ છતાં પગાર નહિ કરતા તમામ ડ્રાઈવર ગાડી ચલાવવાની મેં ના પાડી દીધી છે તેમ જણાવ્યું હતું. આ નગરપાલિકાના ચીફ ઓફિસર સાગર ભાઈ રાડીયા ને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે નગરપાલિકામાં મારા સુધી ડ્રાઈવરો ના પગાર નથી થયા તે ધ્યાન માં આવ્યું નથી તપાસ કરીને યોગ્ય ઘટતુ કરીશું તેમ જણાવ્યું.