કાલોલ તાલુકાના મોટાભાગના ગામડાઓને સેનેટાઈઝ કરવાની કામગીરીનો પ્રારંભ તસવીરોમાં દ્રશ્યમાન થાય છે.
Dharmesh Panchal
Editor / Owner. 7572999799
દેશ અને દુનિયામાં માનવજાત પર કોરોના વાયરસની મહામારીનો કહેર વર્તાઈ રહ્યો છે અને પાછલા બે મહિનામાં કાળમુખો વાયરસ દુનિયામાં હજારો લોકોને ભરખી ગયો છે. જે મહામારીને રોકવા માટે તંત્ર દ્વારા સોશ્યિલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝર આ બે મહત્વના પગલાઓ માટે અત્યારે સોશ્યિલ ડિસ્ટન્સ જાળવી રાખવા માટે સરકાર દ્વારા જાહેર સ્થળોએ ભેગા થવા પર પ્રતિબંધ મૂકી સંપુર્ણ લોકડાઉનનો અમલ અને સેનેટાઈઝ અંતર્ગત વિવિધ પ્રકારની જાગૃતિ માટે પણ સઘન પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે અને અનેક અસરગ્રસ્ત શહેરોને પણ સેનેટાઈઝ કરવામાં આવી રહયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર પંચમહાલ જિલ્લા મધ્યે ગોધરાના એક નાગરિકને કોરોના પોઝિટિવ હોવાનો એકમાત્ર કિસ્સો નોંધાયો છે. એ સિવાય સંક્રમણના કિસ્સામાં કોઈ વધારો જોવા મળ્યો નથી. તેમ છતાં પણ બહારથી આવેલા નાગરિકોને કરવામાં આવેલા હોમ કવેરોન્ટાઈનના નાગરિકો કે જાણે અજાણે થતા રહેતા સંક્રમણને રોકવા માટેની તકેદારીના ભાગ રૂપે કાલોલ તાલુકા પંચાયત અને આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લા તંત્રના માર્ગદર્શન હેઠળ કાલોલ તાલુકાના ગ્રામપંચાયત કેન્દ્રો ગણાતા ૭૭ જેટલા ગામોને સેનેટાઈઝ કરવાનો સરાહનીય નિર્ણય કર્યો હતો. જે અંતર્ગત તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત અને આરોગ્ય તંત્ર દ્વારા વિવિધ ટીમો બનાવી બુધવારથી અલગ અલગ ગામોને સેનેટાઈઝ કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત બુધવારે તાલુકાના જંત્રાલ, સમા, દેલોલ, રામનાથ, ડેરોલગામ જેવા મોટા ગામોના જાહેર માર્ગો અને જાહેર સ્થળોને સેનેટાઈઝ કરવામાં આવ્યા હતા. તાલુકા પંચાયત અને આરોગ્ય તંત્ર દ્વારા ગામડાઓને પણ સેનેટાઈઝ કરવાની આ કામગીરીને ગ્રામજનોએ પણ આવકારી સરાહના કરી હતી.