અમદાવાદ: માંડલ તાલુકાના કાચરોલ ગામના શિક્ષકે વટેમાર્ગુઓ માટે શ્રીજી વિરામ બનાવ્યું.

Ahmedabad
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ

માંડલ તાલુકાના કાચરોલ ગામની શાળાના શિક્ષક મુકુંદભાઈ હરીભાઈ પટેલ જેઓ આ શાળામાં છેલ્લા ૩૦ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જેમને એવો વિચાર આવ્યો કે આવી ગરમીના સમયમાં આવા ગ્રામ્ય વિસ્તારોમાં વાહનો નહીં મળતા હોવાથી પ્રજાજનો અને મુસાફરોને કલાકો સુધી તડકામાં ઉભું રહેવું પડે છે જેને લઈને આ શિક્ષકે પોતાના ૯૦ હજારના સ્વખર્ચે કાચરોલ ગામના રસ્તા ઉપર વટેમાર્ગુઓ તથા બહારથી આવતાં પદયાત્રીઓ તેમજ પ્રજાજનો માટે શ્રીજી વિશ્રામ ઘર બનાવ્યું છે. જોકે તાલુકાના શિક્ષણ સંઘે આ શિક્ષકની કામગીરીને બિરદાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *