રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનાવાડ ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી,બી,ભરવાડ તેમના તાબાના પોલીસ સ્ટાફને જરૂરી સુચના આપી પાનવાડ પો.સ્ટે વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ વાહન ચેકીંગની કામગીરી કરવા માટે ટીમો બનાવી વાહન ચેકીંગની કામગીરીમાં હતા તે વખતે ખાતિયાવાટ ત્રણ રસ્તા પાસે ખાનગી બાતમીદાર થકી બાતમી મળેલ કે કવાંટ તરફ થી એક પોપટી કલર ના અતુલ શક્તિ છકડા માં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ભરી ખાટિયાવાટ તરફ આવી રહેલ છે તેવી બાતમી આધારે નાકાબંધી કરતા અતુલ શક્તિ છકડો આવતા તેને પકડી પડેલ અને છકડા માં ચેકીંગ કરતા પાછળ ના ભાગે ગુપ્ત ખાનું બનાવેલ હોય જેમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ સંતાડી રાખેલ જે દારૂ જોતા અલગ અલગ બ્રાન્ડ ની કુલ બોટલ નંગ ૩૬૯ કી રૂ ૪૭,૨૮૦ નો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ તેમજ અતુલ શક્તિ છકડા ની કીમત ૧,૫૦,૦૦૦ તથા એક મોબાઇલ ફોન કી રૂ ૫૦૦ મળી કુલ રૂ ૧,૯૭,૭૮૦ ના મુદ્દામાલ સાથે એસ ઈસમને ઝડપી પાડી પાણાવડ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.