રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
રાજુલા દુર્લભનગરમાં પીવાનું પાણી આવે છે કે ગટરનું પાણી કોણ જોશે? અવાર નવાર નગરપાલિકા માં રજુઆત કરવા છતાં કોઈ પરિણામ નથી આવતું નવા નિમાયેલા અને કાબેલ ચીફ ઓફિસર આ બાબતે જાગૃત થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે. શુ આ બાબતે તંત્ર જાગૃત થશે ખરું શહેર ને ફિલ્ટર પાણી ન આપો તો ચાલશે પણ પીવા જેવું આપો તેવી આ વિસ્તારના લોકોએ માંગણી કરી છે.
હાલ સમગ્ર ભારતમાં કોરોના વાયરસની મહામારી સાલી રહી છે ત્યારે ખરાબ પાણી આવતા દુલભનંગર સોસાયટી ના લોકો ભરાયા રોષે તંત્ર ને અવર નવર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારની તપાસ કરવામા આવતી નથી રાજુલા નગરપાલિકા ની ઘોર બેદરકારી સામે આવી હતી રાજુલા નગરપાલિકા સામે લોકો રોષે ભરાયા છે.