જૂનાગઢ: નાની ઘંસારી ગામના ખેડુતની વાડીએ આંબામાં હાલમાં કેરી જોવા મળતાં બન્યો ચર્ચાનો વિષય.

Junagadh
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

કેરીની સિઝન પુરી થવાના દોઢ મહીના બાદ પણ આંબામાં જોવા મળી રહીછે કેરી

કેરીનું નામ આવતાની સાથે કેરીના સ્વાદ રસીકોમાં કેરીનો સ્વાદ તાજો થઈ જાયછે ઉનાળામાં ફળોની રાણી કેરીની વિવિધ જાતોનો સ્વાદ ચાખવા મળેછે ચોમાસાની શરૂઆત બાદ કેરીની સિઝન પુરી થાયછે ત્યારે કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામના ખેડુત કરશનભાઈ હડીયાની વાડીએ આઠ આંબાનું વાવેતર કરેલછે જેમાંના એક આંબામાં હાલમાં પણ કેરી જોવા મળતા ચર્ચાનો વિષય બની ગયો છે સરેરાશ આંબામાં આવેલ કેરીની સિઝન ચોમાસાની શરૂઆતમાં પુર્ણ થાયછે જ્યારે ચોમાસાના દોઢ મહીના બાદ પણ આંબામાં કેરી જોવા મળી રહીછે જો કે હાલમાં આંબામાં માત્ર એક જ કેરીછે નર્શરી ધરાવતા તથા આંબાની કલમો તૈયાર કરતા નિષ્ણાંતોના કહેવા મુજબ આ એક અનોખી અને આશ્ચર્યજનક ઘટના ગણાવી રહયાછે તેમજ બારમાસી આંબાની કલમોમાં વર્ષમાં બે થી ત્રણ વખત કેરી આવેછે પણ તે શ્રાવણ મહીનામાં ફળ આવતા નથી અને તેમાં કેરીનું મોટું ફળ પણ થતું નથી તેમજ એક અનુભવી ખેડુતે આ કેરીને પાયરી જાતી તરીકે ઓળખાવી રહ્યા છે. આ બાબતે સંશોધનકારો દ્વારા આ બાબતનું સંશોધન કરવામાં સફળતા મળે તો કેરી સ્વાદ રસીકોને અડધો વર્ષથી વધુ સમય કેરીનો સ્વાદ ચાખવા મળશે તેવું પણ બની શકે પણ હાલમાં કેસર કેરીથી અલગ દેખાતી કેરી શ્રાવણ મહીનામાં પણ જોવા મળતા લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *