નર્મદા: રાજપીપળા આશાપુરી મંદિર સહિતના કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં ગંદકી થતા સ્થાનિકોમાં રોગચાળા નો ભય.

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

આશાપુરી મંદિર થી જુના પો.સ્ટે.તરફ એક પણ કોરોના નો કેસ નથી છતાં બંને તરફ કાંટા લગાવી લોકો ને કેદ કર્યા હોવાની બુમો બાદ હાલ ભારે ગંદકી થી રોગચાળો ફાટે તેવી દહેશત..

રાજપીપળા શહેરમાં એક બાદ એક રોજ કોરોનાના કેસો વધી રહયા છે ત્યારે અમુક વિસ્તારોમાં એક પણ કેસ ન હોવા છતાં તંત્ર દ્વારાએ વિસ્તાર બંધ કર્યાની બુમ બાદ હાલ આવોજ એક વિસ્તાર આશાપુરી મંદિરથી જુના પો.સ્ટે.તરફ નો હોય ત્યાં રોડ પર રખડતી ગાયો,આખલા નો મોટો સમૂહ એકઠો થતા આ વિસ્તાર માં મળ મૂત્ર ના કારણે ભારે ગંદકી થતા સ્થાનિક રહીશોને રોગચાળો ફેલાઈ તેવો ભય સતાવી રહ્યો છે.જોકે પાલીકા દ્વારા આજે સવારે સફાઈ થઈ હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું.પરંતુ આખો દિવસ આ બંધ વિસ્તાર માં ઘેરાઈ ગયેલા જાનવરો દ્વારા થતી ગંદકી માં કોરોના ના ડર વચ્ચે અન્ય રોગચાળો પણ ફાટે તેવો ભય સ્થાનિકો ને સતાવી રહ્યો છે.એક દિવસ સ્થાનિકો એ પાણી મારી પોતે આ વિસ્તારને સ્વચ્છ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું હતું.પરંતુ ત્યાંજ નજીક માં ફરતા જાનવરો વારંવાર ગંદકી ફેલાવતા હોય તંત્ર દ્વારા નિયમિત સફાઈ કરાઇ અને કોરોના નો કેસ ન હોય તેવા વિસ્તારો ખુલ્લા કરાઈ તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.

બીજી તરફ રાજપીપળા નો રેડ ઝોન એવો કાછીયા વાડ વિસ્તાર કે જ્યાં રોજ એક બે કોરોના ના કેસ આવે છે છતાં માછીવાડ ગેટ તરફ થી કાછીયાવાડ તરફ જતા માર્ગે થતી અવર જવર સદંતર બંધ કરાઈ એ પણ ખાસ જરૂરી હોવાની બુમો ઉઠ્યા બાદ પ્રાંત અધિકારી ભગત સાહેબ સાથે આ બાબતે વાત કરતા તેમને જણાવ્યું કે જો ખોટી અવર જવર હશે તો હું તેને બંધ કરાવવા સૂચના આપું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *