રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લાના મા.અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રશ્નો એક માસમાં ઉકેલવાનુ અલ્ટીમેટમ સરકારને આપ્યુ
શિક્ષકોની પડતર માંગણીઓ સંદર્ભે ધારાસભ્ય પી.ડી.વસાવાએ મુખ્યમંત્રી ને પત્ર લખ્યો
પ્રશ્ન નહી ઉકેલાય તો ગાંધી ચિંધ્યા માર્ગે રાજ્ય વ્યાપી આંદોલન કરવાની પણ ચીમકી
રાજ્યની માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના કર્મચારીઓના પડતર પ્રશ્નોના ઉકેલ અંગે રાજપીપળા ખાતે કલેકટરને અને નાંદોદ ધારાસભ્યને નર્મદા જિલ્લા માધ્યમિક,ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ.
માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શિક્ષક સંઘ આપેલ આવેદનમાં જણાવ્યુ હતુ કે માર્ચ-૨૦૧૯ની એસ.એસ. સી તથા એચ.એસ.સી ની પરીક્ષાની કામગીરીનો અમોએ અમારા પડતર પ્રશ્નો બાબતે બહિષ્કાર કરેલો હતો.જે પ્રશ્નોનો ઉકેલ બાબતે નાણામંત્રી અને શિક્ષણમંત્રીની મધ્યસ્થી થી સમાધાન કરવામાં આવ્યુ હતું.આ પ્રશ્નોનો આજે પણ ઉકેલ આવ્યો નથી.આજે ઘણા સમય વીતી ગયો છે.જેથી ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓમાં ખુબ જ અસંતોષ પ્રવર્તી રહ્યો છે.તેથી પુનઃ આ પ્રશ્નો ઉકેલાય તેવી રજૂઆત કરી હતી
તેમના મુખ્ય પ્રશ્નો જેવાકે પ્રાથમિક શિક્ષકોને જેમ પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી સળંગ ગણવા માટેનો ઠરાવ થયેલ છે તે અમને લાગુ પડવા માટે ના.મુખ્યમંત્રી નિતીન ભાઈ પટેલ દ્વારા સ્વીકારવામાં આવેલ છે જેનો આજદિન સુધી ઉકેલ આવ્યો નથી તા-૩૧/૦૩/૨૦૧૬ પછી સરકાર ની પારદર્શકતાથી ભરતી થયેલ છે એવા કર્મચારીઓની વર્ગ ઘટાડો થતા કે શાળા બંધ થતા બિન શરતી કાયમી ફાજલ રક્ષણ આપવા માટે અમારી માંગણી હતી જેનો પણ આજ દિન સુધી ઉકેલ આવ્યો નથી.સરકાર તમામ કર્મચારીઓના સાતમાં પગાર પંચના એરિયર્સના નાણા વાર્ષિક ચુકવવાનું નક્કી થયેલ જે ગત વર્ષના હિસાબી વર્ષનો બીજો હિસ્સો તથા ચાલુ નાણાકીય વર્ષનો ત્રીજો હતો તે તાત્કાલિક ચુકવી આપવા કર્મચારીઓની માંગણી છે.
આ તમામ પ્રશ્નો એક માસમાં ઉકેલવાનુ અલ્ટીમેટમ સરકાર ને આપ્યુ હતુ અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે રાજ્ય વ્યાપી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.આ આવેદન પત્ર મળતા જ નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવા એ રાજ્ય ના મુખ્યમંત્રી ને લેખીત રજુઆત કરીને શિક્ષકો ની માંગ સંતોષવા માંગણી કરી છે.