રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
પાલિકા ચિફ ઓફીસર સામે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની કર્મચારી મંડળ ના પ્રમુખ રસિકભાઈ સોલંકીની ચિમકી થી હલચલ
અડધું પેન્શન,છઠ્ઠા પગારપંચ ના અમલ,ગ્રેજ્યુઇટી અને બાકી ટર્મીનલ જેવા મુદ્દે વારંવાર વિનવણી કરવા છતાં આપખુદ અને નિરંકુશ બનેલા ચિફ ઓફીસર સામે કાયદા ના ઉલ્લંઘન બાબતે નોટીસ ફટકારવા મંડળ પ્રમુખ મજબુર બન્યાં છે
રાજપીપળા નગરપાલિકા ના ખાડે ગયેલો વહીવટ નગરજનો માટે તો માથા નો દુખાવો બન્યો જ છે, પરંતુ એની સાથે સાથે પાલિકાના હાલ ના હંગામી કર્મચારીઓ તથા નિવૃત થયેલાં કર્મચારીઓ પણ વાજ આવી ચુક્યાં છે.
નગરપાલિકા ના નિવૃત કર્મચારી ઓને અડધુંજ પેન્શન ચૂકવાતા તેમજ પી.એફ ખાતા મા નિયમિત નાણાં જમા નહીં થતાં હોવાની ફરિયાદ મંડળ ના પ્રમુખ રસિકભાઈ સોલંકી દ્વારા ચીફ ઓફિસર જયેશ પટેલ ને મૌખીક અને લેખીત વારંવાર કરવામા આવી છતાં પણ આપખુદ અને નિરંકુશ બનેલા ચિફ ઓફીસર ને તેની કોઈ અસર થતી નથી એ જોઈ ને મંડળ દ્વારા તેઓની આપખુદશાહી નીતિરીતિ ની ફરિયાદ ગુજરાત ના મુખ્ય મંત્રી સહીત અન્ય ઉચ્ચ અધિકારીઓ ને કરી અને દિન-૭ મા જવાબ આપવા ની રજુઆત ચિફ ઓફીસર ને કરી હતી, છતાં પણ ચિફ ઓફીસર જયેશ પટેલ દ્વારા કોઈ પ્રત્યુતર આપવામા આવ્યો નહોતો. જેથી મંડળ પ્રમુખે હવે એમની સામે કાયદેસર ની કાર્યવાહી કરવાની ફરજ પડી છે અને એ સંદર્ભે તેમણે વકીલ દ્વારા ચીફ ઓફિસર જયેશ પટેલ ને પક્ષકાર બનાવી નોટીસ ફટકારી છે અને કોર્ટ ની કામગીરી રાબેતા મુજબ થતાંજ તેઓ સામે કોર્ટ રાહે કેસ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવશે તેમ નિવૃત કર્મચારી મંડળ ના પ્રમુખ રસિકભાઈ સોલંકી એ જણાવ્યું હતું. રસિકભાઈ સોલંકીના આક્ષેપ મુજબ ચિફ ઓફીસર જયેશભાઈ પટેલ દ્વારા પાલિકા મા નિયમિત ભરતી નિ પ્રક્રીયા નિભાવવા તેમજ જે કર્મચારીઓ વરિષ્ઠ અને લાયક છે અને અનુસુચિત જાતિના કર્મચારીઓના અધિકારો ને કોરાણે મુકીને કેટલાંક માનીતા અને લાગવગીયા ઓને પાછલાં બારણે એન્ટ્રી આપવામા આવે છે એટલે કે નોકરી મા લઈ તગડો પગાર ચુકવવામા આવે છે આમ કરી ને તેઓ સરકારી નાંણાનો દુરવ્યય કરે છે.
આ અગાઉ તા.૧૫-૬-૨૦૨૦ ના થયેલ અરજી મા જણાવ્યાં મુજબ રજુઆત હતી કે કર્મચારી મંડળ મા અનુસુચિત જાતિના સભ્યો બહુમતી છે, અને ચિફ ઓફીસર દ્વારા નિવૃત કર્મચારીઓ ને વડાપ્રધાન ની અપીલ છતાં અડધું પેન્શન અપાતાં તેઓ ને સંતાપ અને માનસિક તાણ અને સતામણી ની લાગણી જન્મી છે અને એની સરખામણી કોર્ટ નો તિરસ્કાર જ નહી પણ એથીય વધી ને ક્રુરતા સમાન ગણાવી એટ્રોસીટી એક્ટ હેઠળ ગુના ની સમકક્ષ ગણાવેલ છે જે ગંભીર બાબત હોઈ ને તેઓ ની સંપુર્ણ તૈયારી સાથે કાયદાકીય લડત આપવાના નિર્ધાર નો મક્કમ અણસાર આવી રહ્યો છે.
નગરપાલિકા રાજપીપળા ના ચિફ ઓફીસર જયેશભાઈ પટેલ વારંવાર કાયદાનો ભંગ કરતા તથા હાલ કોરોના ની કટોકટી હોવા છતાં શનિ- રવિ મા હેડક્વાર્ટર છોડી પોતે પલાયન થઈ જતા હોવાની બુમો ઉઠવા છતાં પોતે સર્વ સત્તાધિશ હોય તેમ જીલ્લા કલેક્ટર ની પણ દરકાર લીધાં વિના આપખુદશાહી મા રાચી રહ્યાં છે જે લોકતંત્ર માટે એક કલંક રુપ કીસ્સો કહેવાય, આવનારા દિવસોમાં પાલિકા સામાન્ય ચુંટણીઓ પણ આવી રહી છે, અને ચિફ ઓફીસર ના વિવાદીત વર્તન ને કારણે નગરપાલિકા માટે આવનારાં દિવસો મુશ્કેલ ભર્યા હોય તેમ હાલ લાગી રહ્યું છે.