હાલ કોરોના વાયરસની મહામારીએ સમગ્ર ગુજરાત ને ભરડામાં લીધું છે.ત્યારે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યાં છે.ત્યારે કાલોલ પોલીસ કોરોનાના સંક્રમણને અટકાવવા અને લોકોને સરકારની ગાઇડલાઇનનું પાલન કરાવવામાં આવી રહ્યું છે ત્યારે તેની સાથે સાથે કાલોલ તાલુકા માં ચાલતી દારૂ,જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ પર પણ બાજ નજર રાખી રહી છે.
કાલોલ પોલીસ સ્ટેશન ના પો.સ.ઈ એમ.એલ.ડામોર સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન ખાનગી બાતમીદારની રાહે બાતમી મળી હતી કે કાલોલ તાલુકાના તરવડા ગામે જુગારધામ ચાલી રહ્યું છે બાતમીના આધારે પો.સ.ઈ એમ.એલ.ડામોર સ્ટાફના માણસો સાથે બાતમી વાળી જગ્યા પર રેડ કરતા જુગાર રમતા ૮ લોકો ને ઝડપી પાડ્યા હતા જયારે ૧૩ જેટલા લોકો પોલીસ ને જોઈ ફરાર થઇ ગયા હતા.પોલીસે ઝડપાયેલા ૮ ઈસમો પાસેથી અંગ જડતી માંથી રૂ.૬૪૧૦ તથા જુગાર પરના દાવના રૂ.૪૩૨૦ મળી રૂ.૧૦,૭૩૦ નો મુદ્દામાલ જપ્ત કરી જુગાર વાળા સ્થળે થી ઝડપાયેલા ૮ અને ત્યાંથી ફરાર થઇ ગયેલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.