પંચમહાલ: ગોધરાની મોહમ્દી સોસાયટી વિસ્તારના બંધ મકાનમાંથી જૂની ૫૦૦ અને ૧૦૦૦ ના દરની ૪.૭૬ કરોડની મત્તાની નોટો સાથે ૨ ઈસમોની ધરપકડ કરવામાં આવી.

Godhra Latest Panchmahal
રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા

પંચમહાલ પોલીસને એ.ટી.એસ તરફથી મળેલી માહિતીના આધારે ગોધરાના મોહમ્દી સોસાયટી વિસ્તારના એક બંધ મકાનમાંથી સરકાર દ્વારા બંધ કરવામાં આવેલી જૂની ૫૦૦ અને ૧૦૦૦ ના દરની ૪.૭૬ કરોડની મત્તાની નોટો સાથે ૨ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે જયારે આ સમગ્ર મામલાનો મુખ્ય સુત્રધાર હજુ પોલીસ પકડથી દુર છે.

અમદાવાદ એ.ટી.એસની બાતમીના આધારે પંચમહાલ એસ.ઓ.જી પોલીસે મેદા પ્લોટ પાસે આવેલ ટાયરની દુકાનની બાજુમાં ઇન્ડિકા કારમાં ઈદરિશ સુલેમાન હયાત અને તેનો પુત્ર જુબેર ઇદારીશ હયાત તથા ફારુક ઇશાક છોટા નાઓ મોટો વહીવટ કરી રહ્યા હોવાની બાતમીના આધારે એસ ઓ જી પોલીસ અને બી ડિવિજન પોલીસ બાતમી વાળી જગ્યાએ રેડ પાડી હતી.ઇન્ડિકા કારમાંથી ફારુક ઇશાક છોટા ને પોલીસે પકડી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ૨૦૧૬ માં બંધ થયેલી જૂની ચલણી ૧૦૦૦ નોટોના ૫ બંડલ મળી આવ્યા હતા.પોલીસે ફારૂકની પુછપરછ કરીને ધંત્યા પ્લોટની મહોમદી સોસાયટીમાં ઈદરીશ હયાતના‌ મકાનમાં છાપો માર્યો હતો.મકાનમાથી વર્ષ ૨૦૧૬મા રદ થયેલી જુની ચલણી નોટો જથ્થો મળી આવ્યો હતો.

સોસાયટીના મકાનમાં અને ઈન્ડીકા કારમાંથી ભારત સરકારે સન ૨૦૧૬ માં રદ કરેલી ભારતીય બનાવટ ની ચલણી નોટો ના રૂ.૧૦૦૦ ના દરની નોટો ૯૩૧૨ તથા રૂ.૫૦૦ ના દરની ૭૬૭૩૯ નોટો મળીને કુલ રૂ.૪,૭૬,૮૧,૫૦૯ સાથે ઝુબેર ઈદરીશ હયાત અને ફારૂક ઈશાક છોકરાની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.જયારે ઇદ્ગીશ સુલેમાન હયાત પોલીસની રેડ દરમિયાન નાસી જવામાં સફળ થયો હતો , પોલીસ દ્વારા મોટી માત્રામાં મળી આવેલી જૂની બંધ થયેલી ૫૦૦ અને ૧૦૦૦ ના દરની નોટોને જપ્ત કરીને પોલીસ મથકે લાવવામાં આવી હતી , મોટીમાત્રામાં મળી આવેલી નોટોની ગણતરી કરવા માટે પોલીસે નોટો ગણતરી કરવા માટે ૯ મશીનો લાવવામાં આવ્યા હતા , પોલીસને ઝડપાયેલી નોટોની ગણતરી કરવામાં ૩ કલાક જેટલો સમય લાગ્યો હતો.

જુની નોટોનો જથ્થો કયા થી લાવ્યા અને કોને આપવાના હતા તેની તપાસ એસ ઓ જી પોલીસ કરી રહી છે. ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી મળી આવેલ મોટી માત્રાની જૂની ચલણી નોટો અંગે ગોધરા એસઓજી પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં જૂની ચલણી નોટો ઝડપાયેલા ઇસમો કમીશન લઈને અન્ય ઇસમોને આપવાના હતા, પોલીસે હાલ આ જૂની બંધ થયેલ ચલણી નોટો કોને આપવાના હતા અને કોની પાસેથી લાવ્યા હતા તેમજ કેટલા સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હતા તેમજ હજુ કેટલા ઇસમો આ મામલામાં સંડોવાયેલા છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *