રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના ઘંટીયા ફાટક પર મહિલા તબીબનું ટ્રક અડફેટે મોત નીપજ્યું. ચાલીને પોતાના દવાખાને જતા હોય અને કાળ ભેટયો હતો સુત્રાપાડા નજીક વેરાવળ-કોડીનાર હાઈવે પર મહિલા તબીબને ટ્રક અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નીપજયું હતું મહિલા તબીબ નજીકમાં જ પોતાનું દવાખાનું હોય ચાલીને જતા હતા ત્યારે ટ્રક અડફેટે લેતા કાળ ભેટયો હતો ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકોને થતા લોકટોળા એકઠા થયા હતા અને પોલીસ વિભાગને જાણ કરી હતી જ્યારે ટ્રક ડ્રાઇવરે અકસ્માત સર્જીને ઘટનાસ્થળ પર ટ્રક મૂકી અને નાસી છૂટયો હતો પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો લઇ પીએમ કરવા માટે ખસેડયો હતો.