નર્મદા જિલ્લામાં નવા ૧૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : ૧૮ દર્દી સાજા થતા રજા અપાઈ.

Corona Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વધતા કોરોના ના સંક્રમણ ના કારણે રાજપીપળા ના કેટલાક વિસ્તારો સંપૂર્ણ પણે સીલ કરાયા છે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૧૬ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે

નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ગતરોજ ચકાસણી માટે મોકલેલ ૧૨૦ સેમ્પલ માંથી ૨૮ સેમ્પલ ના રિઝલ્ટ આવ્યા છે જેમાં આજે ૧૬ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં ૯ દર્દી રાજપીપળા ૧ બીતાળા ૨ માંગરોળ ૧ જીતનગર પોલીસ લાઈન ૧ મોટા લીમટવાળા ૧ ભદામ ૧ ખોખરાઅમર સહિત કુલ ૧૬ દર્દી નર્મદા જિલ્લામાં પોઝિટિવ નોંધાયા છે ૯૨ સેમ્પલ ના રિઝલ્ટ આવના બાકી છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાલ ૫૯ દર્દીઓ સારવાર હેઠળ છે અને કોવિડ કેર સેન્ટર માં ૫૮ દર્દી દાખલ છે આજે ૧૬ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં ૨૧૯ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે સાથેજ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો ૩૪૧ એ પોહોચ્યો છે આજે વધુ ૮૧ સેમ્પલ ચકાસણી હેઠળ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *