રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પો.સ.ઈ એ આપેલી સૂચનાઓ ના આધારે નસવાડી પોલીસ સ્ટેશન ના સ્ટાફ ના માણસ નસવાડી પો,સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન આ હે કો ધરમ સિંહ વિઠ્ઠલભાઈને ખાનગી બાતમીદાર થકી બાતમી મળેલ કે મતોરા ગામ ની સીમમા કેટલાક માણસો ગોડકુદડું વડી પત્તા પાના વડે પૈસ ની હાર જીત નો જુગાર રમી રમાડે છે જે બાતમી હકીકત આધારે સાથે ના પોલીસ માણસો સાથે પંચો રૂબરૂ સદર જગ્યાએ રેઇડ કરતા પત્તા પાના વડે પૈસા ની હારજીત નો જુગાર રમતા ચાર ઈસમો (૧) રાજુભાઈ ચંદુભાઈ ભીલ (૨) કાનજીભાઈ સુખિયભાઈ ભીલ (૩) ગીરીશભાઈ ગેમાંભાઈ ભીલ (૪) ભગવાનદાસ દિનેશભાઈ રાઠવા નામના આરોપીઓ ને ઝડપી અંગ ઝડતી તથા ચાલુ દાવ ના રોકડા રૂપિયા ૧૦,૩૭૦ તથા મોટરસાઇકલ નંગ ૩ ની કીમત ૪૫,૦૦૦ એમ કુલ કી ૫૫,૩૭૦ નો મુદ્દામાલ કબજે કરી નસવાડી પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.