રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
રાધનપુર પોલીસ સ્ટાફના માણસો ગત મોડીરાત્રે હાઈવે પેટ્રોલિંગમાં હતા ત્યારે અચાનક જીપનું ટાયર ફાટતાં જીપ નો અકસ્માત સર્જાયો હતો અને જીપમાં સવાર પોલીસ કર્મીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી રાધનપુર પોલીસ સ્ટાફ તારીખ ૨૭મી જુલાઇ ની રાત્રે નાઈટ પેટ્રોલિંગમાં જીપ લઈને વારાહી હાઇવે પર જતા હતા તે દરમિયાન રાધનપુર થી ૫ કિલોમીટર દૂર આવેલ કલ્યાણપુરા ગામ ના પુલ પરથી ગાડી પસાર થતી હતી ત્યારે અચાનક જીપનું ટાયર ફાટતા જીપ નો અકસ્માત સર્જાયો હતો રોડ ઉપર જતી જીપનું ટાયર ફાટતાં જીપએ રોડ ઉપર ગુલાટી ખાધી હતી જેના કારણે જીપમાં સવાર બે પોલીસકર્મી અને એક જીઆરડી જવાને નાની મોટી ઈજાઓ પહોંચી હતી પોલીસ જીપના અકસ્માતની જાણ થતાં ઇજા પામનાર પોલીસ કર્મીઓને તાત્કાલિક રાધનપુર એપોલો હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા જેમાં એક પોલીસકર્મીને માથાના ભાગે ચાર ટકા આવ્યા હતા અકસ્માત બાબતે પોલીસ કર્મીને જણાવ્યું હતું કે સદ્નસીબે હાઇવે પર રાત્રે જીપની પાછળ કોઈ જ વાહન આવતું ન હોવાને કારણે અમારો આબાદ બચાવ થયો હતો.