રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના માસરા ગામમાં ઠાસરા તાલુકામાથી પસાર થતી મુખ્યકેનાલ શેઢી શાખાની માઈનોર પાંખિયામાં માટીનું ધોવાણ થવાથી મોટું ગાબડું પડ્યું છે ગાબડું પડવાને કારણે લોકોના ખેતરોમાં પાણી ઘુસી ગયા છે અને ડાંગરના ધરૂને નુકશાન થયું છે માસરા ગામના સરપંચ બુધાભાઈના કહેવા અનુસાર આ પાંખિયામાં દરવર્ષે ગાબડું પડી જવાની સમસ્યા છે આ બાબતની તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી ત્યારે ૧૫ દિવસ પહેલા આરસીસી કરવાને બદલે ખાલી માટી પૂરણ કરવામાં આવ્યું હતું પરંતુ વરસાદ પડવાના કારણે પાંખિયામાં પાણી ઓવરફ્લો થતા લગભગ ૧૫ ફુટ જેટલું ગાબડું પડ્યું હતું ગાબડું પડવાના કારણે ડાંગરના ઉભા પાકમાં પાણી ફરી વળ્યું હતું જેને કારણે ડાંગરને નુકશાન થવા પામ્યું છે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાંખિયામાં પડેલા ગાબડાને આરસીસી કરી ગાબડું પુરવામાં આવે અને ખેડૂતોના પાકમાં થયેલ નુકશાન અંગે ન્યાય આપવામાં આવે તેવી ગ્રામજનોએ માંગણી કરી છે.