રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
રાધનપુર નગર ના લાલબાગ ખાતે આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારીનો ગઈ કાલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને લઈને તા.૨૮ મી જુલાઇ ના બેન્ક નું કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું. બેંક કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બેંકનું કામકાજ બંધ હોવાનું સૂચના બોર્ડ શાખ પ્રબંધક દ્વારા બેંકની બહાર લગાવવામાં આવ્યું હતું.