રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળાના કોળીવાડમાં બાઈકખસેડવાના મુદ્દે મારામારીની ઘટના સામે આવી હતી. જેમાં એક પરિવારે વીજ કંપનીના એક કર્મચારી પર હુમલો કરતા ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. કર્મચારીએ હુમલો કરનારા પરિવરના ૪ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નાંદોદ તાલુકાના અનીજરા ગામ આવેલી જી.ઈ.બી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી મહેન્દ્ર દેવેન્દ્ર તડવી પોતાની નોકરી પુરી કરીને રાજપીપળા ના કોળીવાડ ખાતે પોતાની ફોરવહીલ ગાડીમાં પોતાના ઘરે પરત ફરતો હતો. ત્યારે કોળીવાડ જગદીશ સોમા તડવી ખાતે બાઈક રસ્તામાં મૂકીને ઉભો હતો. જેને મહેન્દ્ર તડવીએ હોર્ન વગાડી રસ્તામાંથી ખસવા કહ્યું હતું. આનજીવી બાબતે જગદીશે ગાળોબોલવા લાગ્યા અને આ મહેન્દ્ર તડવી ઘરે ગયો ત્યાં જગદીશ તડવી, સોમા તડવી, અર્જુન તડવી અને શારદાબેન તડવી ચારેય પાઇપ અને લાકડી લઈને હુમલો કર્યો જેમાં મહેન્દ્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી, આ બાબત ની રાજપીપળા પોલીસ સ્ટેશનમાં મહેન્દ્ર તડવી એ ફરિયાદ નોંધાવતા પોલીસે એકજ પરિવાર ના ૪ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.