રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
પોલીસ અધિકારીઓના સતત પેટ્રોલિંગ અને આરોગ્ય કર્મીઓની કાળજીથી પરિસ્થિતિ સુધરી છે રાજપીપલામાં કોરોના હોટસ્પોટ બનેલા કાછીયાવાડ,કસ્બાવાડમાં સંક્રમણ ઘટ્યું છે. નર્મદા જિલ્લામાં શરૂઆત થી કોરોનાનું સંક્રમણ ખૂબ કંટ્રોલમાં રહ્યું પરંતુ અનલોક બાદ અન્ય જિલ્લાઓમાંથી સંક્રમિત થઈને આવનાર વ્યક્તિઓએ લોકલ સંક્રમણ વધાર્યું હતું. એટલે એક સપ્તાહના સમયમાં રાજપીપલા ૩૦૦ પોઝિટિવનો આંકડો પાર કરી ગયું હતું. જેમાં કાછીયાવાડ, કસ્બાવાડ માર્કેટ બાજુનો વિસ્તાર હોસ્પોર્ટ બની ગયો છે. જેમાં તંત્રદ્વારા ચારેકોરથી અવર જવર બંધ કરી અને ઘરની બહાર કોઈ ના નીકળે એ માટે જિલ્લા પોલીસ વડાએ મુખ્ય દ્વાર પર પી.એસ.આઇ કે.કે.પાઠકને મુકી દીધા હતા. જેમણે મોટર સાઇકલ પર સતત પેટ્રોલિંગ કરીને લોકોને ઘરમાંથી બહાર નીકળતા અટકાવ્યાં હતા. જરૂર પડે કડકાઈ વાપરી પણ તેનાથી પરિણામ સુધાર્યા અને કોરોના પોઝિટિવ કેસો આવવાની સંખ્યા ઘટી રહ્યા છે છે,પી.એસ.આઇ કે.કે.પાઠકે જણાવ્યું હતું કે હાલ પોલીસ જીવના જોખમી કોરોના વચ્ચે કામ કરી રહી છે. હું કન્ટેન્ટમેન્ટ ઝોનમાં પેટ્રોલિંગ કરી લોકોને બહાર ન નીકળવા કહું છું. સોશિયલ ડિસ્ટન્સ, ફરજીયાત માસ્ક પહેરવા સહિતની કાળજી રાખે, શરદી ખાંસી તાવ આવે તો તરત ટ્રીટમેન્ટ કરવો, દિવસમાં ૪ થી પાંચ વાર ગરમ પાણી પીવો ઉકાળો પીવો સહિતની કાળજી રાખો તો કોરોના તમારાથી દૂર રહેશો.