રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પી.આઇ પી.એલ.વાધેલા દ્વારા આજે પ્રાંતિજ દેસાઇની પોળ ખાતે જાહેર કરવામાં આવેલ કન્ટેઇનમેન્ટ ઝોન ની સ્થળ મુલાકાત લીધી હતી તો સાથે-સાથે ગુર્જર ની પોળ માં હજારો ની સંખ્યામાં ચામાચીડીયાઓની વચ્ચે રહેતા વૃધ્ધ દિંવ્યાગ મહિલાની પણ મુલાકાત લીધી હતી .
હાલ કોરોના ને લઈને ઠેર ઠેર દેશ સહિત ગુજરાત માં કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ સહિત તાલુકામાં પણ કોરોનાનું ગ્રહણ જોવા મળી રહ્યું છે અને તેમાં પણ પ્રાંતિજ તાલુકો કોરોના પોઝિટિવ કેસોમાં જિલ્લામાં બીજા સ્થાને છે ત્યારે જિલ્લામાં કોરોના ને લઈને મૃત્યુદર માં પણ પ્રાંતિજ તાલુકો પ્રથમ સ્થાને છે તો પ્રાંતિજ ખાતે તાજેતરમાં જ ઇડર થી બદલી થઈ ને આવેલ નવા પીઆઇ પી.એલ.વાધેલા દ્વારા આજે પ્રાંતિજ ના દેસાઇની પોળ ખાતે એક દિવસ અગાઉ કોરોના પોઝીટીવ કેસ મળી આવતા સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ સરકાર દ્વારા કરવામાં આવેલ કન્ટેઇનમેન્ટ ઝોન ની ખુદ પ્રાંતિજ પી.આઇ પી.એલ.વાધેલા દ્વારા મુલાકાત લીધી હતી અને કન્ટેઇનમેન્ટ ઝોન માં રહેતા રહીશો સાથે વાતચીત કરી હતી તો કન્ટેઇનમેન્ટ ઝોન માં ફરજબજાવત હોમગાર્ડ જવાનો તથા પોલીસ કર્મીઓને સુચનાઓ પણ આપી હતી અને કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી કોઇપણ વ્યક્તિ બહારના આવે અને તેમણે જોઈતી દરેક પ્રાથમિક જરૂરીયાત ચીજ વસ્તુઓ સુવિધાઓ કન્ટેઇનમેન્ટ ઝોનમાં પુરી પાડવામાં આવે જેથી સંક્રમણ ઓછુ થશે તો પ્રાંતિજ પી.આઇ પી.એલ.વાધેલાએ પ્રાંતિજ ગુર્જરની પોળ ખાતે હજારો ચામાચીડીયા ઓની વચ્ચે રહેતા દિંવ્યાગ અંધ વૃધ્ધ મહિલાની પણ તેમના ધરે જઇને શુભેચ્છા મુલાકાત લીધી હતી અને તેમણી સાથે વાતચીત કરી હતી તો આ પ્રસંગે બીપીનભાઈ સોની , હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતાં.