રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ
ડભોઇ તાલુકાના આસપાસના ખેડૂતોને વઢવાણા સિંચાઇ તળાવ માંથી પાણી પૂરું પાડવામાં આવે છે. સદર વઢવાણા તળાવ ગાયકવાડી શાસન થી આવેલું છે અત્યાર સુધી જોજવા આડબંધ માંથી વરસાદી પાણી લઈ વઢવાણા તળાવ ભરવામાં આવતું હતું .પરંતુ હાલમાં વરસાદ ખેંચાઈ જતા સદર પાણી વઢવાણા તળાવ માં આવ્યું ન હતું. જેના પરિણામે ખેડૂતોને પોતાનો પાક નિષ્ફળ જશે તેવી ચિંતા થઈ હતી .જેથી તેઓએ આ અંગે ડભોઈના ધારાસભ્યને રજૂઆતો કરી હતી. જેના પરિણામે ધારાસભ્ય નર્મદા નિગમમાં ધારદાર રજૂઆત કરી હતી જેથી નર્મદા ઓથોરિટી દ્વારા દરરોજ ૨૫૦ ક્યુસેક પાણી છોડી વઢવાણ સિંચાઈ તળાવને સપાટી ૧૭૬ ની સપાટી સુધી ભરી દેવામાં આવ્યું હતું. જેથી આજરોજ ડભોઇના ખેડૂત અગ્રણી – ભાજપના અગ્રણીની અશ્વિનભાઈ વકીલ અને વઢવાણા સિંચાઇ ના એક્ઝિક્યુટીવ એન્જિનિયર ની ઉપસ્થિતિમાં ” ૫ ” ગેટ ખોલી સિંચાઇ માટેનું પાણી ખેડૂતોને પૂરું પાળવાનું શરૂ કરવામાં આવ્યું. જેથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ હતી .ઉપસ્થિત આગેવાનો અને ખેડૂત અગ્રણીઓ એ ધારાસભ્ય, નર્મદા સિંચાઈ ના અધિકારીઓ અને વઢવાણ સિંચાઈ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.