રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉનામાં સ્વૈચ્છીક પાંચ દિવસનુ લોકડાઉન પુરૂ થતા મુખ્ય બજારમાં માણસોની ભીડ ઉમટી પડી હતી ત્યારે સોશિયલ ડીસન્સના ધજાગરા ઉડયા માસ્ક પણ પહેરતા નથી તંત્ર મુકપ્રેક્ષક કોરોના સંક્રમણનાં કેસો વધે નહી તો બીજુ શું ? થાય.
વિવિધ વેપારી એસો.ને તા.૨૧/૭ થી પાંચ દિવસનુ લોકડાઉનમાં સજ્જડ બંધ રહયુ હતુ પરંતુ પુરૂ થતા આજે સોમવારે સવારથી ટાવર ચોકથી પોસ્ટ ઓફીસ ચોક મેઈન બજારમાં લોકો જાણે કોરોના દૂર થઈ ગયો હોય તેમ એક બીજા વચ્ચે સોશિયલ ડીસ્ટન્સ રાખ્યા વગર માસ્ક પહેર્યા વગર ગીરદી જોવા મળી હતી. આવુ રહયુ તો આવતા દિવસોમાં કોરોના સંક્રમણનાં કેસો ઢગલા મોઢે વધશે. અગાઉ પાંચ દિવસ લોકડાઉન હોવા છતા શહેર તાલુકામાં ૪૦ થી વધુ કોરોના પોઝિટિવ કેસ આવેલ હતા ૨ ના મૃત્યુ પણ થયા હતા. પ્રજાને કડક નિયમોનુ પાલન કોણ કરાવશે તંત્ર પણ મુકપ્રેક્ષક બની તમાશો જોઈ રહયુ છે.