રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉનાનાં દેલવાડાથી ૨ કિ.મી. દુર ગુપ્તપ્રયાગના ખારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દિપડાએ ધામા નાખેલ હોય પશુઓનો શિકાર કરી લોકોમાં ભય ફેલાવતો હોય વન વિભાગ ગીર જશાધારનાં કર્મચારીઓએ પાંજરૂ મારણ સાથે મુકેલ હોય દિપડો મોટી રાત્રે મારણ લેવા આવતા પાંજરામાં પુરાઈ ગયો છે. તેમજ ગુપ્તપ્રયાગના ખારા વિસ્તારમાં એક પુખ્ય ઉમરનો સિંહ પણ રાત્રે આટા મારે છે છેક પાંજરાપોળની દિવાલ સુધી આવી જાય છે. રાત્રીના ખેડુતો ખેતરમાં પાણી વાળવા રખોપુ કરવા જઈ શકતા નથી ડર અનુભવે છે અને અત્યાર સુધીમાં પાલતુ પશુનો શિકાર કરે છે. આ સિંહને પણ પાંજરે પુરી જંગલમાં લઈ જવા લોકોની માંગણી છે.