રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
દીવમાં શ્રાવણ માસ દરમ્યાન મંદિરોમાં શ્રઘ્ધાળુઓ દર્શન કરતા જોવા મળે છે. દીવના ફૂદમ ગામમાં આવેલ પ્રાચીન ગંગદેશ્વર મહાદેવ મંદિરુ શ્રઘ્ધાળુઓ માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સીંગ રાખી શિવલીંગના દર્શન કર્યા હતા.
પાંડવો અજ્ઞાતવાસ દરમ્યાન અહિં આવી અને વસ્યા હતા આ પછી પાંચ પાંડવોએ પાંચ શિવલીંગની સ્થાપના કરી જે આજે પણ અસ્તિત્વ ધરાવે છે પાંચેય શિવલીંગને અરબી સમુદ્ર દિવસમાં અનેકવાર આવી સ્નાન કરાવી જાય છે. ગંગદેશ્વર મહાદેવ મંદિરમાં મંદિર જેવુ બાંધકામ કરવામાં આવ્યુ નથી. માત્ર ભેખડના નીચે પાંચ શિવલીંગ છે જે ગંગેશ્વરના નામથી ઓળખાય છે.