રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
હાલ નોવેલ કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના સંદર્ભે ઉના તાલુકામાં કોવિડ કેર સેન્ટરની જરૂરીયાત જણાતી હોય તે બાબતે ઈન્સીડન્ટ કમાન્ડર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ઉનાના અઘ્યક્ષસ્થાને તા.૨૬/૭ ના રોજ મીટીંગ બોલાવેલ જે મીટીંગમાં થયેલ ચર્ચા મુજબ ઉના ખાતે કોવિડ સેન્ટર શરૂ કરવાની રજુઆત થયેલ અને સરકારી કુમાર છાત્રાલય નકકી થયેલ. જેની અમો અને તાલુકા હેલ્થ ઓફીસર ઉનાએ આજરોજ મુલાકાત લીધેલ છે. આથી ઉના ખાતે વરસીંગપુર રોડ ઉપર બાયપાસ પાસે આવેલ સરકારી કુમાર છાત્રાલય (વિકસતી જાતી)નુ સરકારી બિલ્ડીંગ આવેલ છે. જેને કોવિડ કેર સેન્ટર તરીકે ઉપયોગ કરી શકાય એમ છે. જે સરકારી કુમાર છાત્રાલય (વિકસતી જાતી)ના બિલ્ડીંગમાં નીચે મુજબ સુવિધાઓ ઉપલબ્ધ છે.
ગ્રાઉન્ડ ફલોરમાં કીચન સાથે ૧ ડાયનીંગ હોલ છે તથા કોમન સેનીટેશન બ્લોક જેમાં ૨ ટોયલેટ, ૧ બાથરૂમ, ૨ વોશબેસીન છે તથા ૧ ટોયલેટ અલગથી આવેલ છે તથા ગ્રાઉન્ડ ફલોર પર ૨ હોલ આવેલ છે. ફર્સ્ટ ફલોરમાં કુલ ૧૪ રૂમ આવેલ છે તથા કોમન સેનીટેશન બ્લોક જેમાં ૫ ટોયલેટ, ૫ બાથરૂમ, ૬ વોશબેસીન છે અને સેકર્ન્ડ ફલોરમાં કુલ ૧૨ રૂમ તથા ૧ હોલ આવેલ છે તથા કોમન સેનીટેશન બ્લોક જેમાં ૫ ટોયલેટ, ૫ બાથરૂમ, ૬ વોશબેસીન છે. સરકારી કુમાર છાત્રાલય (વિકસતી જાતી)ના બિલ્ડીંગમાં કુલ ૬૦ બેડ તથા ૫૦ બેડશીટ (ગાદલા) ઉપલબ્ધ છે. સદરહુ સ્થળે પાણી તથા લાઈટ-પંખાની સગવડતાઓ છે અને હવા ઉજાસવાળી જગ્યા છે જે બાબતે ઉના મામલતદારે ઈન્સીડન્ટ કમાન્ડર અને એસ.ડી.એમ.ને લેખીત પત્ર પાઠવીને કોવિડ સેન્ટર શરૂ કરવાની તરફેણ કરી છે.