રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
કોરોના પોઝિટિવ દર્દી ગંભીર હાલત માં દાખલ તો થયા પરંતુ વેન્ટિલેટર ચાલુ કરનાર કર્મચારી રજા પર હોય દર્દીનું મોત થયાના આક્ષેપ સાથે પરિવારજનો માં રોષ,તપાસ જરૂરી
કોવિડ માં દાખલ દર્દીઓ ને જોવા કોઈ ડોક્ટર જતા નથી ફક્ત નર્સો ના ભરોસે જ ગાડું ગબડાવાતું હોવાની પણ બુમ,મોત ના આંકડા કેમ આપતા નથી..??
નર્મદા જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓ નો આંકડો ૩૦૦ ને પાર કરી ગયો છે ચાર મહિના થી આ મહામારી માં લોકો ઝઝુમી રહ્યા હોવા છતાં લાખોના ખર્ચે રાજપીપળા ની કોવિડ-૧૯ માં એક બાદ એક લાપરવાહી ની બુમો સાંભળવા મળે છે ત્યારે રવિવારે રાજપીપળા ના એક દર્દી નું મોત થતા તેમને વેન્ટિલેટર પર ન રખાયા હોવાના આક્ષેપો થયા છે.
રાજપીપળા કોવિડ માં દાખલ માલીવાડ ના એક વેપારી નું રવિવારે કોવિડ ખાતે મોત થયા બાદ પરિવાર ના સભ્ય અને પોતે વકીલ રાજેશભાઇ માલી એ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મારા સંબંધી સનતભાઈ માલી ને કોવિડ માં દાખલ કર્યા ત્યારે ત્યાંના એક તબીબે ગંભીર હાલત હોવાનું જણાવ્યું પરંતુ તેમને વેન્ટિલેટર પર નહિ રાખતા એમ જાણવા મળ્યું કે વેન્ટિલેટર ચાલુ કરવા વાળા વ્યક્તિ રજા પર ગયા છે માટે સામાન્ય સારવાર આપી હોય જેમાં તેમનું મોત થયું હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો.
ત્યારબાદ આ સંબંધી એ સિવિલ સર્જન જ્યોતિબેન ગુપ્તા ને ટેલિફોનિક વાત કરતા તેમને પણ કબુલ્યું કે વેન્ટિલેટર વાળા ભાઈ શનિ-રવિવાર ની બે દિવસ રજા પર ગયા છે.તો આક્ષેપ કરતા રાજેશ માલી એ અમને જણાવ્યું કે આ હોસ્પિટલમાં માં આઇસીયું હોવા છતાં કોઈ ગંભીર દર્દીને ત્યાં દાખલ કરતા નથી મારા સગા ને વેન્ટિલેટર ની જરૂર હોવા છતાં કર્મચારી રજા પર હોવાનું જણાવ્યું તો સવાલ એ થાય કે એક કર્મચારી રજા પર હોય તો બીજા ની વ્યવસ્થા કેમ ન કરાઇ..? હાલ નર્મદા માં આટલા કેસો વધી રહ્યા હોવા છતાં કોવિડ હોસ્પિટલ માં જ આટલી મોટી લાપરવાહી બાબતે જવાબદાર કોણ..? શુ ગાંધીનગર બેઠેલા ઉચ્ચ અધિકારીઓ આ મામલે તપાસ કરી જવાબદારો વિરુદ્ધ પગલાં લેશે..?
રાજપીપળા કોવિડ જાણે શોભના ગાંઠિયા સમાન જ હોય તેમ દાખલ દર્દીઓ ની કોઈજ કાળજી નહિ લઈ ફક્ત ત્યાં સુવડાવી રાખી દવાઓ સિવાય અન્ય કોઈજ સારવાર થતી ન હોવાની એક બાદ એક બુમો સંભળાઈ રહી હોય રવિવારે આ દર્દી ના મોત બાદ પણ મીડિયા ને અપાતા લિસ્ટ માં મોત નો કોઈ ઉલ્લેખ નથી..? ઉચ્ચ કક્ષા ની તપાસ અને યોગ્ય સારવાર મળે તે જરૂરી છે.નહિ તો દર્દીઓને વડોદરા ધકેલી અપાશે અથવા અમુક મોતને ભેટશે. આ બાબતે સિવિલ સર્જન જ્યોતિબેન ગુપ્તા એ જણાવ્યું કે વેન્ટિલેટર માટે એકજ વ્યક્તિ છે જે ચાર મહિના થી સતત કામ કરે છે અને શનિ-રવિ રજા પર હતા જેથી બુમ આવી પરંતુ અમે બીજા સ્ટાફ ની માંગ કરી જ છે, કલેક્ટર સાહેબ ની સહી થી પણ પત્ર મોકલ્યો છે. હવે ઉપર થી વ્યવસ્થા થશે ત્યારે તકલીફ દૂર થાય. બાકી અમે જરૂરી સ્ટાફ ની ઉપર થી માંગ કરી જ છે.