અમદાવાદ: ત્રણ દિવસમાં ગરમી 38થી વધી 40 થઈ, કોરોનાના કેસ ૩૮ થી વધી ૭૭

Corona Latest Madhya Gujarat

અમદાવાદ સહિત રાજ્યમાં છેલ્લાં 3 દિવસથી ગરમીનો 38 ડિગ્રીથી વધીને 40 ડિગ્રીએ પહોંચ્યો છે. ં ડ્રોપ્લેટથી ફેલાતો કોરોનાનો વાયરસ બેફામ બન્યો છે. અમદાવાદમાં 3 દિવસમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો ૩૮ થી વધીને ૭૭ તેમજ રાજ્યમાં બે દિવસમાં પોઝિટિવ કેસનો આંકડો ૧૨૨ થી વધીને ૧૬૫ પર પહોંચ્યો છે. જેથી ગરમી વધવાની સાથે કોરોનાનાં વાઈરસની તીવ્રતા ઘટી જશે તેવું માનતા લોકોએ ચેતવાની જરૂર છે.

લોકલ ટ્રાન્સમિશનને લીધે પોઝિટિવ કેસ વધ્યા.
શહેરના ડોકટરોના જણાવ્યા મુજબ, સ્વાઇન ફલૂ, ઇનફ્લૂએનન્ઝા જેવાં વાયરસ હવાથી (એરબોર્ન) ફેલાય છે, જેથી વાતાવરણમાં થતાં ફેરફારની આ વાઈરસની તીવ્રતા ગરમીની સાથે ઘટતી હોય છે. જ્યારે કોરોનાનો વાઈરસ વ્યક્તિના નાક અને થુંકનાં ડ્રોપ્લેટથી ફેલાતો હોવાથી ગરમીની કોરોનાના વાઈરસ પર અસર નહિવત થાય છે. 3 દિવસમાં રાજ્યમાં ગરમીનો પારો વધવા છતાં લોકલ ટ્રાન્સમિશનને લીધે પોઝિટિવ કેસ વધ્યા છે.

ઠંડા પદાર્થનું સેવન-એસીનો ઉપયોગ ટાળો
ગરમીમાં વધારો થતાં લોકોએ ફ્રીજનું ઠંડુ પાણી, ઠંડા પીણા અને આઇસ્ક્રિમ જેવા ઠંડા પદાર્થોનું સેવન તેમજ વધુ સમય એરકન્ડિશનરનો ઉપયોગ ટાળવો જોઇએ. ઠંડા પદાર્થોનાં સેવનથી સામાન્ય શરદી-ખાંસી અને તાવને લોકો કોરોનાના લક્ષણો માની લેતાં ગભરાટ ઉભો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *