રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
પાટણની હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજથી ઓનલાઇન પરીક્ષા શરુ કરવામાં આવી છે. એચ.એન.જી.યુ દ્વારા પ્રથમ તબક્કાની ૨૭ પરીક્ષાઓ શરુ થઇ છે.ઓનલાઇન પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા પણ ખાસ સોફટવેરના માધ્યમથી ઓનલાઇન પરીક્ષા શરુ કરાઇ છે .પ્રતિ મિનિટે વિઘાર્થીનો ફોટો, વિધાર્થી પરીક્ષા દરમિયાન સ્થળ બદલી કરે તો તાત્કાલિક લોગઆઉટ સહિતનુ ઘ્યાન પણ પરીક્ષા વિભાગ દ્વારા રાખવામા આવ્યું છે. એચ.એન.જી.યુ દ્વારા ઓનલાઇન પરીક્ષામાં વિધાર્થીઓએ નહિવત્ મુશ્કેલી વચ્ચે પરીક્ષા આપવાનું શરુ કર્યું છે.