બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
નર્મદા જોન સમિતિ તથા નર્મદા જિલ્લા સરપંચ પરિષદ દ્વારા પ્રમુખ નિરંજનભાઇ વસાવાની આગેવાનીમાં ગુજરાત પોલીસ વિભાગને ગ્રેડ પે તથા અન્ય સુવિધાઓનો લાભ મળે તે બાબતે મુખ્યમંત્રી કાર્યાલય લેખિતમાં રજૂઆત કરવામાં આવી તથા ગુજરાત પોલીસને લાભ મળે તે માટે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી તથા ગુજરાત રાજ્ય પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી જે લાભોના મુદ્દા આ મુજબના છે.
પોલીસનું યુનિયન નથી એટલે એ આંદોલન ના કરી શકે?
પોલીસનું સંગઠન નથી એટલે એ રજૂઆત ના કરી શકે?
પોલીસને શિસ્તમાં રહેવાનું એટલે એ કઈ કહિઉ ના શકે?
પોલીસને બંદોબસ્તમાં ઉભું રહેવાનું એટલે એ માર્ગ પર ના ઉતરી શકે?
ગુજરાત પોલીસના એ.એસ.આઈ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ ગ્રેડ પે ખુબજ ઓછા છે જેના બદલે ૪૨૦૦,૩૬૦૦,૨૮૦૦ ગ્રેડ પે કરવામાં આવે
ગુજરાત પોલીસના તમામ કર્મચારીઓના મળતા વર્ષો જુના ભથ્થામાં તાત્કાલિક ધોરણે વધારો કરવામાં આવે
ગુજરાત પોલીસ ના તમામ કર્મચારીઓને ફરજ નો સમય નક્કી કરવામાં આવે અને ૮ કલાક થી વધારે નોકરીમાં અધિકારી મુજબ યોગ્ય વળતર આપવામાં આવે અને તેમને વિવિધ ઋતુ મુજબ સુરક્ષાના સાધનો આપવામાં આવે.
હાલના ગુજરાતના તમામ વિભાગમાં થતા સોધાન સામે લાડવા માટે યુનિયનો બનાવવામાં આવે