રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
અદાલતો ફરી ચાલુ કરોના સુત્રોચાર સાથે આજે નર્મદા જિલ્લા બાર એસોસીએસન દ્વારા દેખાવ કોરોનાના કહેર વચ્ચે સમગ્ર ગુજરાત ની તમામ અદાલતો બંધ છે ત્યારે કોરોનાનું એપિક સેન્ટર અદાલતો નથી અને અદાલતો ફરી ચાલુ કરોના સુત્રોચાર સાથે આજે નર્મદા જિલ્લા બાર એસોસીએસનના પ્રમુખ વંદના ભટ્ટની આગેવાનીમાં રાજપીપલા ન્યાયાલય ખાતે રાજપીપળાના જાણીતા ધારાશાસ્ત્રીઓ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા નર્મદા જિલ્લા બાર એસોસીએસન ના પ્રમુખ વંદના ભટ્ટ ના જણાવ્યા અનુસાર અદાલતો બંધ હોવાથી અદાલતો સાથે સંકળાયેલા નાના નાના રોજમદારો ટાઈપિસ્ટ અને અન્યોની રોજગારી છીનવાઈ છે અને તેમને અન્યાય થયો છે જો કોરોના ને કારણે અદાલતો બંધજ રહેતીહોય તો માત્ર ફાઇલિંગ અને પક્ષકારો વગરના કામો ચાલુ કરવા વિનંતી કરાઈ હતી સાથે ચીમકી પણ આપવામાં આવી હતી કે આજે તો માત્ર સૂત્રોચ્ચાર અને દેખાવ કર્યા છે.