રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા
પવિત્ર શ્રાવણ માસ ની શરૂઆત થઇ ગયેલ છે. તેના ભાગ રૂપે શેઠ ચંપકલાલ ખુશાલદાસ પારેખ મેમોરિયલ રીલીજીયસ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-અમદાવાદ દ્રારા ચમારડી ગામે ગરીબ વિધવા બહેનોને અનાજની કિટ અને સાડી વિતરણ કરવામાં આવી. આ ટ્રસ્ટ દ્રારા અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. આ ટ્રસ્ટ ના પ્રમુખ ઉપેન્દ્રભાઈ સી. પારેખ અને ગીરીશભાઈ સી. પારેખ દ્રારા પરમાત્માની પ્રેરણા થી ગરીબ વિધવા બહેનો ને અનાજ કીટ અને સાડીનું વિતરણ કરવાની ઈચ્છા પ્રગટ કરેલ હતી. જેથી ચમારડી ગામે પે.સેન્ટર શાળા દ્રારા આયોજન કરવામાં આવ્યું હતું. કિટ વિતરણ શ્રાવણ માસના પ્રથમ સોમવાર ના પવિત્ર દિવસે કરવામાં આવ્યું છે. આ તકે સરપંચ શ્રી અરવિંદભાઈ મેમકિયા, શાળા ના આચાર્ય સતિષભાઈ ટાંક, દીપકભાઈ પારેખ, સંજયભાઈ પારેખ, રમેશભાઈ પાડલીયા, શંભુભાઈ વાજા, પત્રકાર રાહુલ ડી. પરમાર, સી.આર.સી. શલૈષભાઈ કલસાગરા, હાજર રહ્યા હતા.