નર્મદા: દેડીયાપાડાના યાહા મોગી ચાર રસ્તા પાસેના ગોડાઉન માંથી રોકડા રૂ.૮૨ હજારની ચોરી.

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

નર્મદા જિલ્લાના દેડીયાપાડા ના યાહા મોગી ચાર રસ્તા પાસે આવેલા એક ગોડાઉન માંથી રોકડ રકમ ની ચોરી થવા બાબતે ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દેડીયાપાડા માં ચાહ નાસ્તાની દુકાન ધરાવતા સુબેશકુમાર કૈલાશસીંગ જાટે આપેલી ફરિયાદ મુજબ પોતાના ગોડાઉનમાં કબાટના લોકરમાં મુકેલા અંકે રૂ.૮૨,૦૦૦/- હોટલના વકરાના હતા જેને એક અજાણ્યો વ્યક્તિ ચાવી બનાવાવાળો મો.સા.પર આવ્યો હોય તેણે નકલી ચાવી બનાવી ગોડાઉન ખોલી અંદર પ્રવેશ કરી લોખંડના કબાટનું તાળું ખોલી લોકરનું તાળું ખોલી લોકરમાં મુકેલ રોક્કા રૂ.૮૨,૦૦૦/- ની ચોરી કરી નકલી ચાવી લોકરના તાળામાં જ રહેવા દઈ કબાટ તેમજ ગોડાઉન ખુલ્લું મુકી રોકડા રૂપિયા લઈ નાશી ગયો હતો. દેડીયાપાડા પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા ચાવી બનાવવા વાળાની શોધખોળ આદરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *