રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદ તાલુકાના ચર થી પંચાળા જતા રસ્તામાં ખીરસરા ધારે કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલક પતિ પત્ની ઈજાગ્રસ્ત થયા હતા સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મુળ સામરડા ગામના અને અજાબ ગામે ખેત મજુરી કરતા ગોવિંદ અરજણ કામરીયા ઉ. આશરે ૪૦ તેમના પત્ની સતીબેન ગોવિંદભાઈ કામરીયા ઉ. આશરે ૩૫ સામરડાથી અજાબ જવા માટે કેશોદ તરફ જઈ રહ્યા હતા ત્યારે કેશોદથી પંચાળા તરફ જઈ રહેલ ત્યારે ખીરસરા ધારે કાર ચાલકે બાઇકને ઠોકર મારતા બાઈક સવાર પતી પત્ની ફંગોળાતા બંન્ને ઈજાગ્રસ્ત થતાં કેશોદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધૂ સારવાર અર્થે બંન્ને પતી પત્નીને જુનાગઢ રીફર કરવામાં આવ્યા હતાં જેમાં બાઈક ચાલકને ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે કારચાલક ગાડી છોડી ભાગી ગયા હોવાનું તથા કારચાલક ફુલરામા ગામના હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું તેમજ કાર બાઈક હડફેટે ચડતા કાર ખીરસરા ધારે આવેલ બસ સ્ટેન્ડ પાસેના બાવળના થડમાં સાથે ટકરાઈ હતી કારચાલક સાથે કારમાં સવાર લોકોને ઈજાઓ ન પહોંચી હોવાનું અને કારમાં આગળના ભાગમાં નુકશાની થઈ હોવાનું જાણવા મળ્યું છે.