રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ટાઉનમાંથી પસાર થતો મુખ્ય સ્ટેટ હાઇવે રોડ પર પડેલા મસમોટા ખાડા જીવલેણ બન્યા હતા આખરે રાજકીય નેતાઓ આંખ આડકાન કરતા હોય પરંતુ સરકારી તંત્રે નોધ લઈ નસવાડી ટાઉનના ખાડાનું રેપેરિંગ કામ શરૂ કરી એમાં લુઝ મટીરીયલ નાખ્યું હતું પરંતુ મોટા મેટલ હોય જાહેર રોડ પર મોટા વાહનો આવતા મેટલ ઉછળતા હતા જેને લઇ ગ્રામજનો વાહનચાલકો ઉપર કોરી ડસ્ત અથવા ગ્રિત નાખેતો ખાડાનું વયસ્થીત કામગીરી થાય તેમ જણાવ્યું છે સાથે ખાડાનું પૂરતા તંત્રે ચાલુ કર્યું છે. તો ગ્રામજનો અને વાહનચાલકો માં ખુશી છવાઈ ગઈ છે.
વહીવટી તંત્ર રોડ પર પડેલ ખાડાનું ધ્યાન રાખી કામગીરી કરેતો વાહનચાલકો અને રાહદારીઓ ને મુશ્કેલીઓ ભોગવવી ના પડે આમ જનતા દ્વારા ચોમાસા દરમ્યાન રોડ નું કામ વાયસ્થીત કરાય તેવી માંગ ઉઠી છે સાથે જિલ્લા સ્ટેટ હાઇવે રોડના અધિકારી ઓ જાતે રોડ નું સુપરવિઝન કરી વ્યવસ્થિત કામગીરી કરાવે તે જરૂરી બન્યું છે બાકી કોન્ટ્રાકટર ઉપર જાયતો કામગીરી કરી જતા રહેશે પછી સમસ્યા હતી તેવી તેવીજ રહેશે.
